બ્રેકઅપ થયા બાદ તમને આ વીમામાંથી પૈસા મળશે! આવું કરીને સંબંધોને સુરક્ષિત રાખો
હાર્ટ બ્રેક ફંડ ઈન્સ્યોરન્સનો આઈડિયા ટ્વિટર પર વાયરલ થયો હતો.
Heartbreak Insurance Fund: હવે તમે બ્રકઅપ બાદ તમને પૈસા મળી શકે છે. હાર્ટબ્રેક ઇન્શ્યોરન્સ ફંડનો આઈડિયા તમને બ્રેકઅપના કિસ્સામાં સિક્યોર સંબંધો પ્રદાન કરશે.
નવી દિલ્હી : પૈસા ક્યારેય પ્રેમમાં તૂટેલા દિલની બરાબરી કરી ન શકે, પરંતુ તે કપલ્સને ક્યાકને ક્યાક કોઈક રીતે મદદરુપ સાબીત પણ થઈ શકે છે. આવાજ ફેક્ટ પર કામ કરતા એક પ્રેમીએ દીલ તૂટવાના કિસ્સામાં વીમો લેવાનો વીચાર આવ્યો. 'હાર્ટબ્રેક ઈન્સ્યોરન્સ ફંડ' નામથી શરૂ થયેલા આ નવા આઈડિયાની ચર્ચા હવે દરેક કપલના મોઢા પર છે.
ટ્વિટર યુઝ કરતા પ્રતીક આર્યને ખુલાસો કર્યો કે, તેણે અને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે બ્રેકઅપ પછી વ્યક્તિને થોડો ટેકો મળે તે, સુનિશ્ચિત કરવા માટે 'હાર્ટબ્રેક ઈન્સ્યોરન્સ ફંડ' શરૂ કર્યું. તેણે દર મહિને 500 રૂપિયા ફંડમાં નાખવાનું નક્કી કર્યું. ડીલ એવી હતી કે, જે પણ સામેની વ્યક્તિને છેતરશે તે સંબંધમાંથી ખાલી હાથે જતો રહેશે. જે વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ છે, તેને ફંડમાંથી તમામ પૈસા મળશે.
કમનસીબે, આર્યનની ગર્લફ્રેન્ડે તેની સાથે બે વર્ષ પછી છેતરપિંડી કરી. અને તેને 25,000 રૂપિયા મળ્યા જે, તેના હાર્ટબ્રેક ઇન્શ્યોરન્સ ફંડમાં જમા કરાવ્યા હતા. તેણે ટ્વિટર પર લખ્યું, “મને 25000 રૂપિયા મળ્યા કારણ કે, મારી ગર્લફ્રેન્ડે મારી સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે અમારો સંબંધ શરૂ થયો ત્યારે અમે સંબંધ દરમિયાન સંયુક્ત ખાતામાં દર મહિને 500 રૂપિયા જમા કરાવ્યા અને એવી નીતિ બનાવી કે, જેની સાથે છેતરપિંડી થશે તે, તમામ પૈસા લઈને જતો રહેશે. તે હતુ હાર્ટબ્રેક ઇન્સ્યોરન્સ ફંડ (HIF).
જોકે, તેમના આ ટ્વીટને 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યુ છે, અને અઢલક મનોરંજક કમેન્ટ્સ જોવા મળી છે, જોકે, ઘણા લોકોએ વાર્તાની સત્યતા પર શંકા વ્યક્ત કરી છે. ઘણા ટ્વિટર યુઝર્સે તેને નવો બિઝનેસ આઈડિયા ગણાવ્યો હતો. ટ્વિટર યુઝરના જણાવ્યા અનુસાર, નવું સ્ટાર્ટઅપ પ્રેમી યુગલોને એવી સુવિધા પૂરી પાડી શકે છે, જે બ્રેકઅપના કિસ્સામાં વીમાના પૈસા આપીને તેમને સ્વસ્થ થવાની તાકાત પૂરી પાડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર