Home /News /national-international /ગલવાનમાં ભારતીય સેના રમી રહી છે ક્રિકેટ તસવીરો જોઈને ખુશ થઈ જશો

ગલવાનમાં ભારતીય સેના રમી રહી છે ક્રિકેટ તસવીરો જોઈને ખુશ થઈ જશો

સરહદ પર માઈનગ ડિગ્રીમાં ક્રિકેટ રમતા ભારતના સૈનિકો

India-China Clash: પૂર્વ લદ્દાખ સરહદ પર પેંગોંગ તળાવ વિસ્તારમાં હિંસક અથડામણને પગલે 5 મે, 2020 ના રોજ અથડામણ ઊભી થઈ હતી. જુન 2020માં, જોકે, ગાલવાન ખીણના તે આક્રમક અથડાણ બાદ, જેથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ આવ્યો હતો. જોકે, આ તણાવ હજુ સુધી યથાવત છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ રમતા ભારતીય સેનાના જવાનોની તસવીરો તમરામાં એનર્જી ભરી દેશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી : ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખના સૌથી ઊંચા સ્થાન પર ક્રિકેટ રમતા ભારતીય સૈનિકોની તસવીરો શેર કરી છે. આ તે જગ્યા છે, જ્યાં મે 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. તમને જણાવી દઈએ કે, વિદેશ મંત્રી એસ જયશંકરની ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ સાથેની મુલાકાત અને ભારત અને ચીન વચ્ચેના સંબંધોને "અસામાન્ય" ગણાવવાના એક દિવસ બાદ આ તસવીરો જાહેર કરવામાં આવી છે.

ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી આ તસવીરો વિશે કહેવામાં આવ્યું છે કે, તે ત્રિશુલ ડિવિઝનના પટિયાલા બ્રિગેડના છે. જ્યાં ગાલવાન ખીણ નજીકના ઊંચાઈવાળા વિસ્તારમાં સબ-ઝીરો તાપમાનમાં પૂરા જોશ અને ઉત્સાહ સાથે ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ ક્રિકેટ ક્યાં રમાઈ રહ્યું છે, તે ચોક્કસ જાણી શકાયું નથી. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્થળ મુકાબલાના સ્થળથી દૂર બનાવવામાં આવેલા બફર ઝોનથી દૂર છે. બંને દેશોની સેનાઓ બફર ઝોનથી 1.5 કિમી દૂર હટી ગઈ છે. ભારતીય સેના 700 મીટર પાછળ હટી ગઈ છે, અને 700 મીટર પાછળ પહેલો કેમ્પ લગાવ્યો છે. તેની પાછળ કેમ્પ 2 અને 3 છે. આ એવા સ્થળો છે, જ્યાંથી ચીની સેનાની ગતિવિધિ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ પણ વાંચો : ગીઝાના મહાન પિરામિડને લઈને નવા સમાચાર, સૌથી પ્રાચીન જગ્યા મળી આવી, વૈજ્ઞાનિકો ચોંક્યા

તમને જણાવી દઈએ કે, પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચેના તણાવનો મુદ્દો 17મી કોર્પ્સ કમાન્ડર ગ્રુપની બેઠક બાદ પણ ઉકેલાયો નથી. બંને દેશોની સેનાઓ અથડામણના સ્થળોએથી પીછેહઠ કરી છે પરંતુ સૈન્ય તૈનાતમાં વધારો થતાં તણાવ યથાવત છે, અને બંને પક્ષો મનની રમત રમવાનું ચાલુ રાખે છે.
First published:

Tags: China India, Cricketers, Ladakh border