'મોદીને વોટ આપીને મદદ માંગવા આવી ગયા છો, લાઠીચાર્જ કરાવું?'

સ્થાનિક ચેનલોના જણાવ્યા પ્રમાણે કુમારસ્વામીએ દેખાવકારોને કહ્યું કે, "મારે તમારું શા માટે સન્માન કરવું જોઈએ? શું તમે લોકો લાઠીચાર્જ ઈચ્છી રહ્યા છો."

News18 Gujarati
Updated: June 27, 2019, 9:51 AM IST
'મોદીને વોટ આપીને મદદ માંગવા આવી ગયા છો, લાઠીચાર્જ કરાવું?'
કુમારસ્વામી
News18 Gujarati
Updated: June 27, 2019, 9:51 AM IST
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી બુધવારે પોતાના જ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગુસ્સે ભરાયા હતા. રાયચુરમાં પ્રદર્શન કરી રહેલા એક સમૂહ પર ગુસ્સે ભરાયેલા કુમારસ્વામીએ તેમની મદદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સીએમની નારાજગીનું કારણ ગત મહિને થયેલી લોકસભાની ચૂંટણી હતું. કુમારસ્વામીએ વિરોધ કરી રહેલા લોકોની ઝાટકણી કાઢતા કહ્યુ કે, "વોટ વડાપ્રધાન મોદીને આપ્યા હતા, હવે અહીં શું કરવા આવ્યા છો."

અમુક સ્થાનિક ચેનલોમાં ચાલી રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કુમારસ્વામી પોતાના ગામ કરેગુડ્ડા પાસે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની બસને દેખાવકારોએ ઘેરી લીધી હતી અને લોકો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જે બાદમાં કુમારસ્વામીએ બારીમાંથી દેખાવકારો સાથે ગુસ્સામાં વાત કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ખૂબ જ ગુસ્સામાં આવી ગયેલા મુખ્યમંત્રીએ કહ્યું કે, "તમે વડાપ્રધાન મોદીને વોટ આપ્યો હતો."

સ્થાનિક ચેનલોના જણાવ્યા પ્રમાણે કુમારસ્વામીએ દેખાવકારોને કહ્યું કે, "મારે તમારું શા માટે સન્માન કરવું જોઈએ? શું તમે લોકો લાઠીચાર્જ ઈચ્છી રહ્યા છો. તમે પીએમ મોદીને વોટ આપ્યો હતો અને હું તમને મદદ કરું."
Loading...

સીએમ કુમારસ્વામીના આવા નિવેદનની ભારતીય જનતા પાર્ટીએ ટીકા કરી છે. બીજેપીએ આને પ્રદેશનું અપમાન ગણાવ્યું છે. સાથે જ કુમારસ્વામીની નિંદા કરતા બીજેપીએ કહ્યું કે, તેઓ સત્તા માટે કેટલા બેબાકળા બની ગયા છે તે વાત આના પરથી જાણવા મળે છે.

કર્ણાટક બીજેપીના મહાસચિવ રવિકુમારે કહ્યુ કે, "આજે આપણા સીએમએ ખૂબ જ ગુસ્સામાં આવીને રાયચૂરમાં કહ્યું કે હું પોલીસ બોલાવીને તમારા લોકો પર લાઠીચાર્જ કરાવીશ. કુમારસ્વામીએ પિત્તો ગુમાવી દીધો છે. તેઓ લોકોને કહી રહ્યા છે કે પીએમ મોદીને વોટ આપનારા લોકોની તેઓ મદદ નહીં કરે. આવું કયા સીએમ કહે છે."

પ્રાપ્ત વિગત પ્રમાણે દેખાવકારો સીએમની બસની સામેથી હટ્યા ન હતા. બાદમાં પોલીસે દેખાવકારોને ત્યાંથી હટાવ્યા હતા. સીએમ આને ફક્ત પાંચ મિનિટનો એપિસોડ ગણાવી રહ્યા છે.
First published: June 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...