તમે પણ બની શકો છો એક દિવસના કલેક્ટર, આ રાજ્યમાં મળી રહી છે તક

News18 Gujarati
Updated: March 4, 2020, 8:29 PM IST
તમે પણ બની શકો છો એક દિવસના કલેક્ટર, આ રાજ્યમાં મળી રહી છે તક
(Photo-PTI)

આનાથી યુવતીઓને એ નિર્ણય કરવાની તક મળશે કે જો તેમને કોઈ તક આપવામાં આવે તો તે સમાજમાં કેવા ફેરફાર લાવા માંગશે

  • Share this:
નાગપુર : મહિલા દિવસ (Women's Day)પહેલા એક અનોખી પહેલ મહારાષ્ટ્ર (Maharastra)માં બુલઢાણા જિલ્લા પ્રશાસન કરી રહ્યું છે. સરકારી વિદ્યાલયની હોશિયાર યુવતીઓનો આત્મવિશ્વાસ વધારવા અને તેમને શાનદાર પ્રદર્શન માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી એક દિવસ માટે કલેક્ટરના રુપમાં કામ કરવાની તક પ્રશાસન આપી રહ્યું છે.

બુલઢાણાની કલેક્ટર સુમન ચંદ્રાએ બુધવારે પીટીઆઈ-ભાષાને કહ્યું હતું કે આ એક પહેલ યુવતીઓને પ્રશાસનની કાર્યપ્રણાલી, સામાજિક અને અન્ય
મુદ્દાથી નિપટવા વિશે જાગૃત કરશે. ચંદ્રાએ કહ્યું હતું કે આ પહેલ પ્રમાણે જિલ્લા પરિષદના વિદ્યાલયની ઉત્કૃષ્ઠ અને મેઘાવી યુવતીઓને શાસનના પ્રત્યક્ષ અનુભવ માટે એક દિવસ માટે કલેક્ટર બનવા અને તેમની ખુરશી પર બેસવાની તક આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે આનાથી યુવતીઓને એ નિર્ણય કરવાની તક મળશે કે જો તેમને કોઈ તક આપવામાં આવે તો તે સમાજમાં કેવા ફેરફાર લાવા માંગશે.

આ પણ વાંચો - Delhi Violence: રાહુલ ગાંધીએ કહ્યું - હિંસા અને નફરતે દિલ્હીનું ભવિષ્ય બરબાદ કર્યું

કલેક્ટરે કહ્યું હતું કે આ વિચારનો ઉદ્દેશ્ય યુવતીઓમાં તેમના લક્ષ્ય પ્રત્યે આત્મવિશ્વાસ જગાડવો અને આ દિશામાં તેમને વધારે પ્રેરિત કરવાની સાથે-સાથે આસપાસની અન્ય યુવતીઓને શાનદાર પ્રદર્શન કરવા અને સમાજની રુઢીવાદિતાને તોડવા માટે પ્રેરિત કરે છે.

આ અનોખી પહેલના પ્રથમ દિવસે પડોલી જિલ્લા પરિષદ સ્કૂલમાં ધોરણ-8માં ભણતી હોશિયાર વિદ્યાર્થિની પૂનમ દેશમુખે કલેક્ટરના રુપમાં કામ કર્યું હતું અને પ્રશાસનિક કાર્યોની દેખરેખ કરી હતી. તેણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે લોહશાહી દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લામાં કમોસમી વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.કલેક્ટર સુમન ચંદ્રાએ કહ્યું હતું કે તેણે પોતાના અનુભવને લઈને પ્રશન્નતા જાહેર કરી હતી અને તે પહેલા કરતા વધારે આત્મવિશ્વાસ વાળી યુવતી બનીને ઘરે ગઈ હતી. મહિલાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવાના ઉદ્દેશ્યથી જિલ્લા પ્રશાસન આ સાત દિવસોને ‘પિંક વીક’તરીકે મનાવી રહ્યું છે.
First published: March 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading