ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં હથિયારની ફેક્ટરીને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે અમેઠીમાં હથિયારની ફેક્ટરીને લઈને મોદી ખોટું બોલ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, "પ્રધાનમંત્રી જી, અમેઠીની ઓર્ડિનેન્સ ફેક્ટરીનો શિલાન્યાસ 2010માં મેં કર્યો હતો. છેલ્લા થોડા વર્ષોથી અહીં નાના હથિયારોનું ઉત્પાદન થઈ રહ્યું છે. કાલે તમે અમેઠી ગયા અને તમારી આદત પ્રમાણે ફરીથી ખોટું બોલ્યા હતા. શું તમને જરા પણ શરમ નથી આવતી."
નોંધનીય છે કે પીએમ મોદીએ રવિવારે રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં કોરવાના આયુધ નિર્માણ ફેક્ટરીમાં અસોલ્ટ રાઇફલ AK-203ના યુનિટનો શુભારંભ કર્યો હતો. જ્યાં તેમણે નિવેદન આપ્યું કે, "અમુક લોકો દરેક જગ્યાએ જઈને ભાષણ આપતા રહે છે - મેડ ઇન ઉજ્જૈન, મેડ ઇન જૈસલમેર, મેડ ઇન બરોડા. પરંતુ આ મોદી છે, અહીં બનતી રાઇફલ મેડ ઇન અમેઠી નામથી ઓળખાશે."
મોદીએ ભાષણ આપ્યું કે, 'અમેઠીમાં AK-203 રાયફલ બનશે. AK-203 રાઇફલોથી આતંકીઓ અને નક્સલીઓ સાથે થતી અથડામણમાં આપણા સૈનિકોને ખૂબ જ મદદ મળશે.'
આ પણ વાંચો : અમિત શાહ બોલ્યા- એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા 250 આતંકી; કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ Published by:News18 Gujarati
First published:March 04, 2019, 11:27 am