નવી દિલ્હીઃ ક્યારેક-ક્યારેક લોકોની સાથે એવી ઘટનાઓ બને છે, જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ હોતું નથી. અમેરિકાના મિશિગનમાં રહેનાર એક વ્યક્તિની સાથે આવી જ એક ઘટના બની છે. તે એક ઝટકામાં લખોપતિ બની ગયો, તે પણ અજાણતા. તેને એ વાતનો ખ્યાલ નહોતો કે તેને કોઈ લોટરીની ટિકિટ પણ ખરીદી છે.
ઈનામ જીતવા અંગેનો આવ્યો હતો મેસેજ
એવામાં જ્યારે તેને મેસેજ આવ્યો કે તેને 82 લાખ રૂપિયાની લોટરી લાગી છે, તો તે માનવા તૈયાર નહોતો. 59 વર્ષના આ વ્યક્તિને લાગ્યું કે મિત્રોએ તેની સાથે મજાક કરી કરી છે અને નકલી મેસેજ અને ઈમેલ કર્યો છે. જોકે તેની તમામા માન્યતાઓ ખોટી ઠરી હતી.
જોકે તેણે ખરેખર ઈનામ જીતી લીધું હતું. તેનો લોટરી નંબર લકી ડ્રોમાં સિલેક્ટ થઈ ગયો હતો. આ વ્યક્તિ 82 લાખ રૂપિયા જીતીને રાતોરાત લાખોપતિ બની ગયો હતો. આટલી મોટી રકમની લોટરી જીત્યા પછી તેને માનવામાં આવતું નહોતું કે તે ખરેખર જ લોટરી વિજેતા છે.
મિશિગન લોટરીના અધિકારીઓના જણાવ્યા મુજબ જ્યારે તેમણે ઈમેલ દ્વારા વ્યક્તિને જણાવ્યું કે તેણે 100000 ડોલર એટલે કે લગભગ 82 લાખ રૂપિયાથી વધુની લોટરી જીતી લીધી છે તો તેને માનવામાં આવતું નહોતું. તે પોતાને વિજેતા માનવા પણ તૈયાર નહોતો. એટલું જ નહિ તે એ માનવા પણ તૈયાર નહોતો કે તેણે કોઈ લોટરી પણ ખરીદી છે. તેને લાગી રહ્યું હતું કે તેના મિત્રો કોઈ મજાક કરી રહ્યાં છે.
તે વ્યક્તિએ કહ્યું- મને શંકા થઈ રહી હતી. ચેક કર્યા પછી પણ તેને સાચું લાગી રહ્યું નહોતું. જોકે હવે ઈનામ જીતવાથી હું ખુશ છું. તેણે વધુમાં કહ્યું કે તે લાંબા સમયથી લોટરી રમી રહ્યો છે. થોડા ઈનામ જીતી પણ લીધા છે. જોકે એટલી આશા નહોતી કે આટલી મોટી રકમ જીતીશ.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર