PM મોદીએ કોરોનાનો અર્થ સમજાવ્યો, કો રો ના એટલે કોઈ રોડ પર ના નિકળે

News18 Gujarati
Updated: March 24, 2020, 10:56 PM IST
PM મોદીએ કોરોનાનો અર્થ સમજાવ્યો, કો રો ના એટલે કોઈ રોડ પર ના નિકળે
PM મોદીએ કોરોનાનો અર્થ સમજાવ્યો, કો રો ના એટલે કોઈ રોડ પર ના નિકળે

તમારા ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચવામાં આવી છે. જો તમે આ રેખાની બહાર નિકળ્યા તો તમે ફક્ત તમારું જ નુકસાન નહીં કરો આખા દેશનું નુકસાન કરશો - PM મોદી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ મંગળવારે દેશના નામે સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે કોરાના વાયરસ(Coronavirus)ના કારણે આગામી ત્રણ સપ્તાહ સુધી આખા દેશમાં લોકડાઉન રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે ત્રણ સપ્તાહ સુધી ઘરની બહાર નિકળવું પૂરી રીતે ભૂલી જાવ. પ્રધાનમંત્રીએ પોતાના આ સંબોધનમાં કહ્યું હતું કે જનતા કર્ફ્યું દરમિયાન તેમને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની જાણકારીઓ મળી છે. તેમણે લોકો સાથે શેર પણ કરી હતી. પીએમે એક તસવીર બતાવતા કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકોએ કોરોનાનું ફુલ ફોર્મ શેર કર્યું છે. જેનો અર્થ થાય છે કો-રો-ના, કોઇ રોડ પર ના નિકળે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે તમારે યાદ રાખવું પડશે કે કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ શરુઆતમાં સાવ નોર્મલ જોવા મળે છે અને કોઈપણ લક્ષણ જોવા મળતા નથી. જેથી લોકો સાવધાની રાખતા ઘરોમાં જ રહે. તમારા ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચવામાં આવી છે. જો તમે આ રેખાની બહાર નિકળ્યા તો તમે ફક્ત તમારું જ નુકસાન નહીં કરો આખા દેશનું નુકસાન કરશો.

આ પણ વાંચો - Covid-19 : આજે મધરાતથી 21 દિવસ માટે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન : PM મોદી

પીએમ મોદીએ કહ્યું હતું કે આ લોકડાઉનની એક આર્થિક કિંમત દેશે ઉઠાવવી પડશે. પણ એક-એક ભારતીયના જીવનને બચાવવા આ સમયે મારી, ભારત સરકારની, દેશની, દેશના દરેક રાજ્યની, દરેક સ્થાનિક કોર્પોરેશનની સૌથી મોટી પ્રાથમિકતા છે. આવનાર 21 દિવસો આપણા માટે ઘણા મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સની માને તો કોરોના વાયરસની સંક્રમણની સાઇકલ તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય ઘણો મહત્વનો છે. પીએમે કહ્યું હતું કે તમે કોઈપણ પ્રકારની અફવા અને અંધવિશ્વાસથી બચજો.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर