ભારતીય સ્પેસ એજન્સી ISROના મહત્વકાંક્ષી મિશન હેઠળ ચંદ્રયાન-2 (Chandrayaan 2) 6-7 સપ્ટેમ્બરે અડધી રાત્રે ચંદ્ર પર લેન્ડ કરશે. નેશનલ જ્યોગ્રાફિકે મંગળવારે જાહેરાત કરી છે કે, તે પોતાના દર્શકોને જીવનમાં માત્ર એક વખત થનારી ઐતિહાસિક ઘટનાનો અનુભવ ચંદ્રયાન-2ના લેન્ડિંગનું એક્સક્લૂસિવ લાઈવ પ્રસારણ દેખાડશે. ચંદ્રયાન-2નું લેન્ડિંગ 6-7 સપ્ટેમ્બર રાત્રે 1.30થી 2.30 વચ્ચે થશે.
- ઈસરોની અધિકારીક વેબસાઈટ પર ચંદ્રયાન-2 લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. તેના માટે અહીં ક્લિક કરો
- પ્રેસ ઈન્ફોરમેશન બ્યૂરો પણ પોતાના YouTube પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ દેખાડશે.
- મોબાઈલ યૂઝર્સ ચંદ્રમા પર ચંદ્રયાન-2ના લેન્ડિંગને હોટસ્ટાર પર પણ જોઈ શકશે. હોટસ્ટાર પર 6 સપ્ટેમ્બર રાત્રે 11.30 કલાકથી શો સ્ટાર્ટ થઈ જશે.
In 3 days, India will attempt its first soft landing on the dark side of Moon. You don’t want to miss this one!
Witness @natgeoindia's Chandrayaan2 LIVE on Hotstar,6th Sept. 11:30PM onwards. #IndiaMakesHistorypic.twitter.com/xDA9zSlaDp
- એટલું જ નહી, ટીવી ચેનલે આ ગટના માટે સારી રીતે તૈયારી કરી રાખી છે અને નાસાના અંતરિક્ષયાત્રી જેરી લિલેનગરને પણ એક્સક્લૂસિવ શો astro પર લઈને આવશે. જે દર્શકો સાથે પોતાના અંતરિક્ષના અનુભવ પણ શેર કરશે.
માત્ર ભારત જ નહી માનવ સભ્યતાને ફાયદો પહોંચાડશે ચંદ્રયાન-2
આ સંબંધમાં લિલેનગરના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ધરતીથી અલગ અંતરિક્ષમાં શોધ મુદ્દે છેલ્લા કેટલાક વર્ષથી ભારતનું યોગદાન સારૂ રહ્યું છે. ચંદ્રયાન-2 એક મહત્વપૂર્મ મિશન છે જે આપણને તે જાણવામાં મદદ કરશે કે ચંદ્ર પર પાણીનું અસ્તિત્વ છે કે નહી. તેમણે કહ્યું કે, આ જાણકારીથી માત્ર ભારતને નહી પરંતુ પૂરી માનવ સભ્યતાને ફાયદો થશે.
અંતરિક્ષમાં લાગેલી આગથી બચ્યા હતા લિલેનગર
તેમણે એ પણ કહ્યું કે, હું ભારતમાં આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માટે ઉત્સાહિત છુ અને તમને પમ કહું છુ કે, ભારતને ઈતિહાસ બનાવતા તમે પણ જુઓ.
લિલેનગર, અંતરિક્ષમાં રહેતા સમયે એક ખતરનાક આગથી બચી પાછા ધરતી પર આવી ગયા હતા. આ ઘટના બાદ તેમને ખુબ ઓળખ મળી. આ ઘટનાને અંતરિક્ષના ઈતિહાસની ડ્રામાથી ભરપૂર ઘટનાઓમાં ગણવામાં આવે છે. તેમણે રશિયાના સ્પેસ સ્ટેશન મીરમાં લગભગ પાંચ મહિના અંતરિક્ષમાં વિતાવ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર