COVID-19: કિચનમાં વપરાતા મસાલાને સૂંઘવાથી પણ જાણી શકાશે કે કોરોના છે કે ફ્લૂ, વૈજ્ઞાનિકોએ યાદી બનાવી

હળદર, જીરું, તજ, વરીયાળી, ઈલાયચી, મરી, સરસવ, લવીંગને ચાખીને કે સૂંઘીને જાણી શકાશે કે સામાન્ય શરદી-ઉધરસ છે કે પછી કોરોનાનું સંક્રમણ

હળદર, જીરું, તજ, વરીયાળી, ઈલાયચી, મરી, સરસવ, લવીંગને ચાખીને કે સૂંઘીને જાણી શકાશે કે સામાન્ય શરદી-ઉધરસ છે કે પછી કોરોનાનું સંક્રમણ

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ એક ઘાતકી મહાભારી બનીને પગ ફેલાવી રહી છે. કોરોના વાયરસ (Coronavirus) અને સામાન્ય ફ્લૂ (Flu)ના લક્ષણ અનેક મામલાઓમાં એક જેવા લાગે છે. એવામાં એ સમજવું મુશ્કેલ હોય છે કે આપને કોરોના વાયરસનું સંક્રમણ છે કે પછી સામાન્ય શરદી-ઉધરસ. જોકે, હવે તમે ટૂંક સમયમાં ઘરે બેસીને કોરોનાના લક્ષણોની યોગ્ય ઓળખ કરી શકશો. કિચનમાં વપરાતાં મસાલાઓથી કોરોના અને ફ્લૂમાં સરળતાથી ફરક કરી શકાય છે.

    મૂળે, 38 દેશોના 500થી વધુ વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને લઈને કેટલાક સવાલોની યાદી (Questionnaire) તૈયાર કરી છે. તેનાથી સરળતાથી જાણી શકાય છે કે કોઈ વ્યક્તિને કોવિડ-19 કે પછી સામાન્ય શરદી. ઉપરાંત શું તેને કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ? આ એક પ્રકારનો સર્વે છે જેમાં આપના કિચનમાં ઉપલબ્ધ મસાલા અને જડીબૂટીઓને ચાખીને આપે જવાબ આપવાનો રહેશે. તેના આધારે પરિણામ જાણી શકાશે.

    કયા મસાલા ચાખવાના રહેશે?

    કિચનમાં વપરાતા મસાલા જેમ કે હળદર, જીરું, તજ, વરીયાળી, ઈલાયચી, મરી, સરસવ, લવીંગને ચાખીને કે સૂંઘીને આપે એ જાણી શકશો કે આપને સામાન્ય શરદી-ઉધરસ કે પછી કોરોનાનું સંક્રમણ.

    નોંધનીય છે કે, ભારતમાં સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રમેન્ટ ઓર્ગેનાઇઝેશન (CSIO)ના ડૉ. રિતેશ કુમાર, ડૉ. અમોલ પી. ભોંડેકર અને ડૉ. રિશમજીત સિંહ પણ આ સમૂહમાં કામ કરી રહ્યા છે. બીજી તરફ, ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફન્ડમેન્ટલ રિસર્ચ, નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ અને આઈઆઈટી દિલ્હીના વૈજ્ઞાનિક પણ તેનો હિસ્સો છે જે શ્વાસની બીમારી થતાં સૂંઘતા કે સ્વાદ આવવાની શક્તિ ઓછી થવાની થીયરી પર કામ કરી રહ્યા છે.

    આ પણ વાંચો, હસતા અને વાતો કરતાં-કરતાં મોતનો કોળિયો બની રહ્યા છે કોરોનાના દર્દીઓ!

    હાલ ભારતમાં લાગુ કરવા માટે એથિકલ એપ્રૂવલની રાહ જોવામાં આવી રહી છે. એપ્રૂવલ બાદ આ પ્રશ્નાવલી કે એપને ભારત સરકારના આરોગ્ય સેતૂની સોથ જોડવામાં આવશે.

    શું છે કોરોના વાયરસ?

    કોરોના વાયરસનો સંબંધ વાયરસના એવા પરિવારથી છે જેના સંક્રમણથી શરદીથી લઈને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા હોઈ શકે છે. આ વાયરસ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. આ વાયરસનું સંક્રમણ ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં શરૂ થયો હતો. WHO મુજબ, તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ તેના લક્ષણ છે. અત્યાર સુધી આ વાયરસને ફેલાવાથી રોકવા માટે કોઈ રસી નથી બની.

    આ બીમારીના શું લક્ષણ છે?

    તેના લક્ષણ ફ્લૂથી મળતા છે. સંક્રમણ ફળ સ્વરૂપે તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, નાક વહેવું અને ગળામાં તકલીફ જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. આ વાયરસ એક વ્યક્તિથી બીજી વયક્તિમાં ફેલાય છે. તેથી તેને લઈને ખૂબ તકેદારી રાખવામાં આવી રહી છે. કેટલાક મામલાઓમાં કોરોના વાયરસ ઘાતક પણ હોઈ શકે છે. ખાસ રીતે વધુ ઉંમરના લોકો અને જેમને પહેલાથી જ અસ્થમા, ડાયાબિટીસ અને હાર્ટીની બીમારી છે.

    આ પણ વાંચો, ભારતને કોરોના સંકટમાંથી બહાર આવતાં 9 મહિના લાગશેઃ દીપક પારેખ
    Published by:Mrunal Bhojak
    First published: