નવી દિલ્હી : કર્મચારીઓને PFના ખાતાની જાળવણી કરતી સંસ્થા EPFO દ્વારા જરૂર પડે ત્યારે પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવે છે. તમે એજ્યુકેશનથી લઈને લગ્ન સુધી દરેક વસ્તુ માટે તેમાંથી પૈસા ઉપાડી શકો છો. દર મહિને એમ્પ્લોયર અને તમારો હિસ્સો તમારા PFના ખાતામાં જમા થાય છે. સરકારે ખાતાધારકને કટોકટીની સ્થિતિમાં આ ભંડોળનો એક ભાગ ઉપાડવાની મંજૂરી આપી છે. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. જોકે, નિયમો અનુસાર, તમે માત્ર આંશિક રકમ જ ઉપાડી શકો છો.
EPFO તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, કોઈપણ સભ્ય પોતાના પુત્ર/પુત્રી અથવા ભાઈ/બહેનના લગ્ન માટે સરળતાથી પૈસા ઉપાડી શકે છે. ઉપાડની રકમ વ્યાજ સહિત કુલ યોગદાનના 50 ટકાથી વધુ ન હોઈ શકે. જોકે, આ માટે કેટલીક શરતો છે, જેનું પાલન પૈસા લેનાર સભ્યોએ કરવાનું રહેશે. આ ઉપરાંત તમારી પાસે EPFOમાં ઓછામાં ઓછી 7 વર્ષની સભ્યપદ હોવા જોઈએ. આ પહેલા, તમારે લગ્ન અને શિક્ષણ સીવાય ત્રીજી વખત ઉપાડ ન કરવો જોઈએ.
1. સૌથી પહેલા https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface પર જાઓ. 2. લોગિન માટે તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો. 3. લોગીન કર્યા બાદ ઓનલાઈન સર્વિસના વિકલ્પ પર ક્લિક કરો. 4. અહીં તમારે ક્લેમ સીલેક્ટ કરવાનો રહેશે. 5. ત્યારબાદ એક નવી સ્ક્રીન ખુલશે, જ્યાં તમારા બેંક ખાતાના છેલ્લા 4 અંકો દાખલ કરો અને હા પર ક્લિક કરો. 6. આ પછી તમને પ્રમાણપત્ર પર સહી કરવાનું કહેવામાં આવશે. 7. સહી કર્યા પછી Proceed to Online Claim પર જાઓ. 8. કેટલાક વિકલ્પો ડ્રોપ ડાઉન મેનુમાં દેખાશે. 9. હવે તમે જે રકમ ઉપાડવા માંગો છો, તે દાખલ કરો અને ચેકની સ્કેન કરેલી નકલ જોડો. 10. આ પછી તમારું સરનામું દાખલ કરો અને આધાર OTP મેળવો પર ક્લિક કરો. 11. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો અને ક્લેમ પર ક્લિક કરો. 12. તમારા એમ્પ્લોયર દ્વારા વિનંતી મંજૂર થયા પછી, પૈસા તમારા ખાતામાં જમા થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર