Republic Day: શું તમે જાણો છો તમે પણ ખરીદી શકો છો સૈન્યની ટેન્ક?

News18 Gujarati
Updated: January 26, 2018, 2:21 PM IST
Republic Day: શું તમે જાણો છો તમે પણ ખરીદી શકો છો સૈન્યની ટેન્ક?
તમે ટેન્ક ઉપરાંત બીજી વસ્તુઓ પણ ખરીદી શકો છો

ભારતમાં તમને ગન અથવા તોપ લાગેલી ટેન્ક નહીં મળે, કારણ કે દેશમાં તમામ હથિયારો ઇન્ડિયન આર્મ્સ એક્ટ અંતર્ગત લાયસન્સથી મળે છે.

  • Share this:
તૂલિકા કુશવાહા, ફર્સ્ટ પોસ્ટ .કોમ

26મી જાન્યુઆરીના રોજ દર વખતે રાજપથ પર પરેડમાં ભારતીય સેનાની ટેન્કો જોવા મળે છે. સામાન્ય જનતા માટે આ ખાસ પ્રસંગ હોય છે જ્યારે તે ટેન્ક્સ, હથિયાર તેમજ અન્ય ગાડીઓને નજીકથી જોઈ શકે છે. ટેન્ક પ્રત્યે લોકોનો ખાસ લગાવ હોય છે. ટેન્કોને જોઈને યુદ્ધ, સરહદ અને સૈનિક સહિત તમામની અનુભૂતિ થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે તમે સૈન્યના બીજા સામાનની સાથે ભારતીય ટેન્ક પણ ખરીદી શકો છો?

મશીનરી વગરના હથિયાર

ભારતમાં તમને ગન અથવા તોપ લાગેલી ટેન્ક નહીં મળે, કારણ કે દેશમાં તમામ હથિયારો ઇન્ડિયન આર્મ્સ એક્ટ અંતર્ગત લાયસન્સથી મળે છે. મતલબ કે તમે એવી ટેન્ક ખરીદી શકો છો જે ટેન્કની જેમ કામ ન કરતી હોય. જો તમારી પાસે ટેન્ક છે તો પણ તમે તેને રસ્તા પર લઈને નીકળી નથી શકતા. કારણ કે એ ટેન્કને ચલાવવા માટે તમારી પાસે જરૂરી પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજું કે ડ્રાઈવર પાસે ટેન્ક ચલાવવાનું લાયસન્સ હોવું જોઈએ. જોકે, આજ દિવસ સુધી એવું બન્યું નથી કે કોઈ સંસ્થા કે વ્યક્તિ પાસે ટેન્ક હોય અને તેણે તેને રસ્તા પર ચલાવી હોય. એટલે કે જે સંસ્થા ટેન્ક ખરીદે છે તે શો-પીસ માટે તેની ખરીદી કરે છે.શું હોય છે સેનાની શરત?ભારતમાં સૈન્ય જૂની ટેન્ક વેચે છે. આવું કરવા માટે ચોક્કસ નિયમો છે. ભારતમાં ટેન્ક શો-પીસ માટે અથવા તેને ભંગારમાં પરિવર્તિત કરવા માટે આપવામાં આવે છે. સેના સામાન્ય રીતે બે શરતને આધીન ટેન્ક વેચવા માટે તૈયાર થાય છે.

- આ ટેન્ક ભારતીય સેનાના ગૌરવનું પ્રતિક છે, સેના તેની સાથે આવી રીતે જ વર્તે છે. આ જ કારણે સેના તમારી પાસે પણ આવા જ સન્માનની અપેક્ષા રાખે છે. જો તમે તેનો શો-પીસની જેમ રાખવા માંગો છો તો સેના તેના માટે અનેક પ્રોટોકોલ રાખે છે. આ ટેન્કમાંથી હુમલામાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુઓ હટાવી દેવામાં આવે છે. સાથે જ સેના તેની દેખરેખ માટે પણ ચોક્કસ સૂચન કરે છે.

- જો તમે ટેન્કોને સ્ક્રેપ તરીકે વાપરવા માંગો છો તો સેના જૂની અને સૈન્યમાંથી બહાર થઈ ગયેલી ટેન્ક્સ આપે છે. સૈનાએ જ્યારે વિજયંત ટેન્કોને સ્ક્રેપ તરીકે વેચી હતી ત્યારે તેના ટૂકડા કરીને આપી હતી. નોંધનીય છે કે નેવીએ પોતાના રિટાયર્ડ જહાજ આઈએનએસ વિક્રાંતને બજાજ કંપનીને સ્ક્રેપના સ્વરૂપમાં વેચ્યું હતું. બજાજ હવે તેના ટૂકડાઓનો ઉપયોગ બાઈકમાં કરી રહ્યું છે.

ટેન્કોના ખરીદદારના નામ સેના જ કરે છે નક્કી

સેના અવારનવાર જૂના કે સેનામાંથી નિવૃત્ત થયેલા વાહનો તેમજ હથિયારોની યાદી જાહેર કરે છે. સેના ગાડીઓના બુલેટપ્રુફ મોડલ પણ વેચે છે. આ ઉપરાંત જૂની બૂલેટ, જીપ અને ટ્રક જેવી વસ્તુઓની પણ હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં ખરીદનાર લોકોની પ્રાથમિકતા સેના જ નક્કી કરે છે. પહેલા પૂર્વ આર્મી ઓફિસરનો નંબર લાગે છે, બાદમાં સરકારી સંસ્થાઓનો નંબર લાગે છે. આ યાદીમાં સૌથી છેલ્લો નંબર સામાન્ય જનતાનો લાગે છે. મોટાભાગના કેસમાં સામાન્ય લોકોને સેનાની વસ્તુઓ ખરીદવાનો મોકો જ નથી મળતો.

ટેન્ક કે કોઈ અન્ય બીજા સૈન્યની વસ્તુઓ ખરીદવા માટે તમારે બુકિંગ માટે એપ્લિકેશન ફોર્મ ભરવું પડે છે. સેના તરફથી તમારી યોગ્યતા તેમજ તેના ઉપયોગને લઈને કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું જરૂરી છે.

ઇન્ડિયન આર્ડિનેન્સ ફેક્ટ્રીઝની વેબાસાઈટ www.ofbindia.gov.in પર તમે હરાજી તેમજ વેચવામાં આવતી વસ્તુઓની યાદીની સાથે સાથે તેની શરતોની પણ માહિતી મેળવી શકો છો.
First published: January 26, 2018, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading