ભાજપ ફરી જીતશે;અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીશું: યોગી આદિત્યનાથ

News18 Gujarati
Updated: March 1, 2019, 11:15 AM IST
ભાજપ ફરી જીતશે;અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીશું: યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથ

અમારા કાર્યકરોની મહેનત અને કલ્યાણકારી યોજનાઓને કારણે ભાજપ ફરી વખત સત્તા પર આવશે: યોગી

  • Share this:
અમેઠી: ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી વખત બહુમતિથી ચૂંટણી જીતશે અને દેશમાં સત્તા પર આવશે એટલુ જ નહીં પણ અમેઠીમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને હરાવશે. સરકારે ઘણા હકારાત્મક કામ કર્યા છે અને તેના આધારે જીત મેળવશે.

યોગી આદિત્યનાથે જણાવ્યું કે, અમારા કાર્યકરોની મહેનત અને કલ્યાણકારી યોજનાઓને કારણે ભાજપ ફરી વખત સત્તા પર આવશે. અમેઠીમાં પણ ભાજપ જીત હાંસલ કરશે અને ઇતિહાસ રચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેઠી આવી રેલી કરવાનાં છે તેની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે યોગી આદિત્યનાથ અમેઠી આવ્યા હતા.

તેમણે કહ્યું કે, મને એ ખુબ દુખ થાય છે કે, 1998માં ભાજપે અમેઠીની બેઠક જીતી હતી પણ તે પછી આ બેઠક પર જીત નથી મળી. મળે કઠોર પરિશ્રમથી આ બેઠક પર જીત મળી શકે છે અને તેના વિશે કોઇ શંકા નથી”.

આ સ્ટોરી પણ વાંચો: ભારતે પાકિસ્તાન તરફ જતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન બંધ કરી

રવિવારે નરેન્દ્ર મોદી અમેઠીમાં સભાને સંબોધવાનાં છે અને આ માટે યોદી આદિત્યનાથે કાર્યકરોને આદેશ આપ્યો છે કે તેમાં કોઇ કચાશ રહે નહીં. મોદી અમેઠીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધી યોજનાઓએ અનેક લોકોનાં જીવન બદલ્યા છે.

 
First published: March 1, 2019, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading