માયા- અખિલેશનો સામનો કરવા આ છે યોગીનો 'માસ્ટર પ્લાન'

 • Share this:
  2019 લોકસભા ચૂંટણી માટે અખિલેશની સપા અને માયાવતીની બસપા સાથે આવ્યા બાદ હવે યુપીના સી.એમ. યોગી આદીત્યનાથે પણ તેમનો સામનો કરવા માટે કમર કસી છે. સપાને ઓબીસી વોટ બૅંક અને માયાને દલિત વોટ બેંકમાં સંઘ લગાવવા માટે યોગી સરકાર નવી યોજના લાવી છે. વાસ્તવમાં બીજેપીની સામે આ સ્પષ્ટ છે કે 2014ના સૌથી સારા પ્રદર્શનમાં પણ તેના ભાગમાં માત્ર 39% મત આવ્યા હતા. પરંતુ સૌથી ખરાબ પ્રદર્શન દરમિયાન પણ માયા-અખિલશેના શેર મત 45 ટકાથી નીચે ગયા નથી. જેમ કે, યોગીની નજર સપાથી નારાજ ઓબીસી જાતિઓ અને બસપાથી નરાજ અનુસૂચિત વર્ગમાં આવનારી જાતિઓ પર છે.

  શું છે યોગીની નવી યોજના
  યોગી સરકારી જલ્દીથી ઓબીસીના 27% આરક્ષણને ત્રણ જુદી જુદી કેટેગરીમાં વહેંચવાની તૈયારીમાં છે. યોગીએ કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજ્યભરને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓબીસી આરક્ષણને ત્રણ વિભાગોમાં વિતરણ કરવાનો પ્લાન તેમની જ દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. પછાત જાતિઓ ત્રણ વિભાગોમાં વિભાજિત કરવાનો પ્રસ્તાવ છે- પછાત જાતિઓ, અતિ-પછાત જાતિઓ અને અત્યાધિક જાતિઓ.

  રાજભરના અનુસાર ઓબીસી રિઝર્વેશનનો લાભ કેટલાક ખાસ જાતિઓને મળ્યો છે અને લગભગ 67 જેટલાં જાતિઓ એવી છે કે જેમા આ રિઝર્વેશનથી કોઈ લાભ નથી મળ્યો. ત્રણ ભાગોમાં આરંક્ષણને વિભાજીત કરીને એ નક્કી કરવામાં આવશે કે ઓબીસીમાં શામેલ છે કઇ ખાસ જાતિઓ તેની જનજાતિની ભાગીદારીથી વધારે વળતરનો લાભ મળ્યો છે.  પછાત જાતિઓ હેઠળ તેને રાખવામાં આવશે જેને રિકવરીના લાભ અત્યંત વધારે મળ્યા હોય, અતિ પછાત જાતિઓમાં તે જાતિઓને રાખવામાં આવશે જેને ઓબીસી રિઝર્વેશનનો લાભ ખુબ જ ઓછી માત્રમાં મળ્યો હોય.  અહી યોગીએ અખિલેશની માયા વિરુદ્ધ સ્ટ્રેટજીને અમલ લાવવાનું શરૂ કર્યું છે. અખિલેશએ 17 ઓબીસી જાતિઓને અનુસુચિત જાતિઓમાં સામેલ કરવાના વર્ષ 2017 ચૂંટણી પહેલા બરાબર ડિસેમ્બર 2016માં ચલાવવામાં આવી હતી, છતાં મામલો કેન્દ્ર સરકાર પાસે જ અટકી રહ્યો. હવે યોગી સરકારને કેન્દ્ર પાસે આ અંગે લીલી ઝંડી મળી ગઇ છે અને આગામી છ મહિનામાં આ કાર્ય પૂર્ણ થશે.

  2019ની લડાઇ માટે બીજેપી પાસે યુપીમાં જોડાણનો કોઈ વિકલ્પ હાલ અસ્તિત્વમાં નથી. તેથી હવે યુપીએ સપા અને બસપાનો સામનો કરવા માટે તેની પાસે માત્ર સોશ્યલ ઇલેક્ટ્રિનીંગનો વિકલ્પ છે.  બીજેપી પાસે પાસે એક જ ઑપ્શન છે કે તે સપામાં ભાગ લેનારી બિન-યાદવ જાતિઓને તેના પલ્લામાં લાવે. આ જ રીતે બસપાએ સામનો કરવા માટે દલિત અંબ્રેલામાં સામેલ 40-50 જાતિઓમાંથી બિન-જાટ જાતિઓ તોડી નાખે, આ કરવાથી સપા-બસપાનો વોટ ઓછો થઈ શકે છે, જેનો સીધો લાભ બીજેપીને થશે છે. જો આવુ જ થશે તો 2019માં ગઠબંધન સાથે લડવું અત્યંત મુશ્કેલ હશે.
  Published by:Bhoomi Koyani
  First published: