Home /News /national-international /

Covid-19 સામે લડવા CM યોગીની જાહેરાત, 35 લાખ મજૂરોનાં ખાતામાં જમા થશે 1000 રૂપિયા

Covid-19 સામે લડવા CM યોગીની જાહેરાત, 35 લાખ મજૂરોનાં ખાતામાં જમા થશે 1000 રૂપિયા

યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર

    લખનઉ : કોરોના વાયરસની (Coronavirus) લડાઇમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) શનિવારે એટલે આજે મોટો નિર્ણય લીધો છે. આ મહામારીને કારણે રોજગારમાં પ્રભાવિત રોજે કમાનારા મજૂરોને સીએમ 1000 રૂપિયાનું ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે.

    સીએમ યોગીએ કહ્યું, શ્રમ વિભાગમાં 20 લાખ 37 હજાર પંજીકૃત શ્રમિકો, દૈનિક સફાઇકર્મી 15 લાખ લોકોને ભરણપોષણ માટે એક હજાર રૂપિયા તેમના એકાઉન્ટમાં સીધા જમા થશે. તેમણે જણાવ્યું કે, યુપીમાં 23 દર્દીઓ કોરોનાથી સંક્રમિત છે. જેમાથી 9 લોકો સારા થઇ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ખતરાને જોતા મોલ, સ્કૂલો અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો : અમેરિકાની ટોપ લીડરશીપની નજીક પહોંચ્યો કોરોના વાયરસ, ઉપરાષ્ટ્રપતિનો સ્ટાફ સંક્રમિત

    સીએમ યોગીએ કહ્યું કે, આખા દેશમાં કોરોના વાયરસ સેકન્ડ સ્ટેજ પર છે. જો આપણે આને અહીં જ રોકવામાં સફળ થઇએ છીએ તો આ આખી દુનિયા માટે મેસેજ હશે. તેમણે કહ્યું કે, આ સંક્રમણને રોકવા માટે અમારી તૈયારી યુદ્ધસ્તર પર ચાલી રહી છે. દરેક જિલ્લાની હૉસ્પિટલોમાં આઇશઓલેશન વોર્ડ બનાવવામાં આવ્યાં છે. આ દરેક જગ્યાએ પર્યાપ્ત ચિકિત્સાકર્મીઓને પણ તહેનાત કરવામાં આવ્યાં છે. તેમણે લોકોને કહ્યું કે, તમારે કોરોનાથી ઘબરાવવાની જરૂર નથી પરંતુ થોડું સતર્ક રહેવાની જરૂર છે.

    આ પણ વાંચો : covid-19 : એક મહિનામાં બજારમાં આવી જશે કોરોનાની ટેસ્ટીંગ કિટ, કિંમત નક્કી કરાઈ

    35 હજાર મજૂરોને ફાયદો

    નોંધનીય છે કે, યુપીમાં 20 લાખ 37 હજાર શ્રમ વિભાગમાં નોંધાયેલા મજૂરો છે. આ ઉપરાંત નગર વિકાસનાં 15 લાખ દૈનિક સફાઇ કર્મચારી, 58000 ગ્રામ સભાઓથી 20-20 મજૂર લેવામાં આવશે. જે લોકો આ અંતર્ગત કવરર નથી થતા તેવા લોકો માટે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં એક કમિટિ ડિએમને રિપોર્ટ કરશે. તેમને પણ ડીબીટીનાં માધ્યમથી એક હજાર રુપિયા આપવામાં આવશે.

    આ પણ જુઓ : 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CM Yogi Adityanath, Coronavirus, COVID19

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन