ગૃહ રાજ્ય પરત ફરેલા 15 લાખ કારીગરોને તેમના જિલ્લામાં જ મળશે કામ, યોગી સરકારે બનાવ્યો આ પ્લાન

ગૃહ રાજ્ય પરત ફરેલા 15 લાખ કારીગરોને તેમના જિલ્લામાં જ મળશે કામ, યોગી સરકારે બનાવ્યો આ પ્લાન
યોગી સરકારનો મોટો નિર્ણય, હવે સોશિયલ સિક્યુરિટીની ગેરંટી વગર બીજા રાજ્યોને નહીં મળે ઉત્તર પ્રદેશના કારીગરો

યોગી સરકારનો મોટો નિર્ણય, હવે સોશિયલ સિક્યુરિટીની ગેરંટી વગર બીજા રાજ્યોને નહીં મળે ઉત્તર પ્રદેશના કારીગરો

 • Share this:
  લખનઉઃ લૉકડાઉન (Lockdown)ના કારણે ઉત્તર પ્રદેશ પરત ફરેલા 25 લાખથી વધુ શ્રમિકો (Migrant Workers)ને તેમના જિલ્લામાં જ રોજગારની તક ઉપલબ્ધ કરાવવા માટે યોગી સરકાર (Yogi Government) ખૂબ ઝડપથી કામ કરી રહી છે. આ ક્રમમાં લગભગ 15 લાખ શ્રમિકોની સ્કીલ મેપિંગનું કામ પૂરું કરી લેવામાં આવ્યું છે. હવે તેમને તાલીમ આપીને તેમને રોજગાર આપવામાં આવશે. તાલીમ દરમિયાન તેમને તાલીમ ભથ્થું પણ આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ની પોતાની ટીમ 11ની સાથે થયેલી બેઠકમાં તેની જાણકારી અધિકારીઓએ આપી.

  મૂળે રાજ્યની યોગી સરકાર આપત્તિના આ સમયમાં ઘરે પરત ફરેલા પ્રવાસી શ્રમિકો તથા કારીગરોને સંપત્તિ તરીકે વિકસિત કરવાની તૈયારીમાં લાગી છે. જેથી આવનારા સમયમાં આ કારીગરો રોજગારની શોધમાં અન્ય રાજ્યો માટે પલાયન ન કરે. આ ક્રમમાં કારીગર/શ્રમિક કલ્યાણ આયોગ યુદ્ધ સ્તરે તૈયારીમાં લાગી ગયું છે. અત્યાર સુધી 14.75 લાખ કારીગરો અને શ્રમિકોના સ્કિલ મેપિંગનું કામ પૂરું થઈ ચૂક્યું છે. બાકી બચેલા કારીગરોને સ્કિલ મેપિંગનું કામ ઝડપથી ચાલુ છે.  અત્યાર સુધી સ્કિલ મેપિંગમાં 1,51, 492 કારીગર રિયલ એસ્ટેટ ડેવલપર, ફર્નીચર તથા ફીટિંગના 26989 ટેક્નીશિયન, બિલ્ડિંગ ડેકોરેટર 26041, હોમ કેરટેકરની સંખ્યા 12633, ડ્રાઇવર 10000, આઈટી તથા ઇલેક્ટ્રોનિક્સના 4680 ટેક્નિશિયન, હોમ એમ્પ્લાયન્સ ટેક્નીશિયન 5884, ઓટોમોબાઇલ ટેકનીશિયનની સંખ્યા 1558, પેરામેડિકલ તથા ફાર્માક્યૂટિકલ 596, ડ્રેસ મેકર 12103, બ્યૂટિશિયન 1274, હેન્ડીક્રાફ્ટ તથા કારપેટ્સ મેકર 1294 અને 3336 સિક્યુરિટી ગાર્ડ્સની સ્કિલ મેપિંગ થઈ ચૂકી છે. આ ઉપરાંત અન્ય તમામ કારીગરો/શ્રમિકોને રાજયમાં જ રોજગારની સાથે સામાજિક સુરક્ષાની ગેરંટી આપવાની તૈયારી છે. નોંધનીય છે કે અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં 25 લાખ કારીગરો તથા શ્રમિકો આવી ચૂક્યા છે.

  આ પણ વાંચો, ધોરણ-12 પાસ ઉમેદવારો માટે ઈન્ડિયન ઓઇલમાં નોકરીની તક, આવી રીતે કરો અરજી

  હવે ગેરંટી વગર નહીં મળે ઉત્તર પ્રદેશના કારીગરો

  આ ઉપરાંત યોગી આદિત્યનાથે ટીમ-11ની સાથે બેઠકમાં એવા પણ નિર્દેશ આપ્યા છે કે જે મેન પાવર તૈયાર કરવામાં આવી રહ્યો છે તેને અન્ય રાજ્યોમાં સોશિયલ સિક્યુરિટીની ગેરંટી હશે તો જ પૂરા પાડવામાં આવશે. સાથોસાથે તેઓએ ક્યું કે દેશ એન દુનિયાના દરેક ખૂણામાં કારીગરો એન શ્રમિકો ની સાથે સરકાર દરેક સમયે ઊભી રહેશે. યોગી સરકાર દરેક કારીગર શ્રમિકને વીમાની સુરક્ષા આપવાની પણ તૈયારીમાં છે. રાજ્યમાં એક જિલ્લાથી બીજા જિલ્લામાં રોજગાર મળતાં સરકાર રહેવાની વ્યવસ્થા પણ પૂરી પાડશે. કોઈ પણ રાજ્ય સરકારની મંજૂરી વગર ઉત્તર પ્રદેશના શ્રમિકો/કારીગરોનો ઉપયોય નહીં કરી શકે.

  આ પણ વાંચો, કોરોના સામેના જંગમાં સુરક્ષા કવચનું કામ કરશે આ ‘સોશિયલ ડિસ્ટન્સિંગ એલાર્મ’
  Published by:News18 Gujarati
  First published:May 25, 2020, 15:59 pm