યોગી સરકારે લવ જિહાદ કાનૂન પર લગાવી મોહર, 10 વર્ષની સજાની જોગવાઇ

યોગી સરકારે લવ જિહાદ કાનૂન પર લગાવી મોહર, 10 વર્ષની સજાની જોગવાઇ
યોગી સરકારે લવ જિહાદ કાનૂન પર લગાવી મોહર, 10 વર્ષની સજાની જોગવાઇ

લવ જિહાદ સામે કાનૂન લાવવા પર યોગી સરકારે અંતિમ મોહર લગાવી દીધી

 • Share this:
  લખનઉ : દેશના બીજા રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ લવ જિહાદ (Love Jihad)સામે કાનૂન લાવવા પર યોગી સરકારે (Yogi Government)અંતિમ મોહર લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશ મંત્રીમંડળે વિવાહ માટે અવૈધ ધર્માંતરણ રોધી કાનૂનના પ્રસ્તાવને મંગળવારે મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષતામાં થયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લગ્ન માટે દગો કરીને ધર્માંતરણ કરવાની ઘટનાઓ પર રોક લગાવવા સંબંધી કાનૂનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા દિવસો પહેલા કથિત લવ જિહાદ સામે કાનૂન બનાવવાની જાહેરાત કરી હતી.

  પહેલા સ્ટેટ લો કમિશને પોતાનો ભારે ભરકમ રિપોર્ટ મુખ્યમંત્રીને સોપ્યો હતો. જે પછી યૂપીના ગૃહ વિભાગે તેની રુપરેખા તૈયાર કરીને ન્યાય અને વિધિ વિભાગ પાસે મંજૂરી લીધી હતી.  આ પણ વાંચો - ન્યૂયોર્ક ફરવા જાવ અને કોરોના વેક્સીન મફતમાં મેળવો, ટ્રાવેલ કંપનીના ઓફર પર વિવાદ

  જાણકારી પ્રમાણે જે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં કાનૂન બન્ચા પછી આ અંતર્ગત અપરાધ કરનારને 5થી 10 વર્ષની સજાની જોગવાઇ છે. સાથે લગ્નના નામ પર ધર્મ પરિવર્તન પણ કરવામાં આવી શકાશે નહીં. આટલું જ નહીં લગ્ન કરાવનાર મૌલાના કે પંડિતને તે ધર્મનું બધુ જ્ઞાન હોવું જોઈએ. કાનૂન પ્રમાણે ધર્મ પરિવર્તનના નામે હવે કોઈપણ મહિલા કે યુવતી સાથે ઉત્પીડન થઈ શકશે નહીં. આમ કરનારને જેલમાં મોકલવામાં આવશે.

  યૂપી વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન જૌનપુર જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું હતું કે અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું છે કે લગ્ન માટે ધર્મ પરિવર્તન આવશ્યક નથી. તેને માન્યતા મળવી જોઈએ નહીં. આ માટે સરકાર પણ નિર્ણય લઈ રહી છે કે અમે લવ જિહાદ રોકવા માટે કડડાઇથી કામ કરીશું.
  Published by:Ashish Goyal
  First published:November 24, 2020, 20:01 pm

  टॉप स्टोरीज