Yogi Cabinet Expansion: યોગી સરકારમાં સામેલ થયા 7 નવા ચહેરા, કોંગ્રેસમાંથી આવેલા જિતીન પ્રસાદે લીધા શપથ

યોગી સરકારની કેબિનેટમાં જિતીન પ્રસાદને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Yogi Cabinet Expansion:યૂપી ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (UP) આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Chief Minister Yogi Adityanath) પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારમાં નવા 7 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એક કેબિનેટ અને છ રાજ્ય મંત્રી છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે (Anandiben Patel) રાજભવનના ગાંધી સભાગારમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ (Jitin Prasada )ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

    યોગી સરકારના મંત્રી મંડળમાં કુલ સાત નવા મંત્રીઓ શપથ લીધા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય પલટૂ રામે પણ મંત્રી પદ માટે શપથ લીધા છે. સ્વતંત્ર અથવા રાજ્યમંત્રી બનશે. નવા મંત્રીમાં એક બ્રાહ્મણ ચહેરો જિતિન પ્રસાદ તથા અન્ય ત્રણ દલિત તથા ત્રણ ઓબીસી છે.

    મનમોહન સરકારમાં જિતિન પ્રસાદ હતા કેન્દ્રમાં મંત્રી

    જિતિન પ્રસાદ મનમોહન સરકારમાં કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં લાંબી ઇનિંગ રમનાર જિતિન પ્રસાદ થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા. જિતિન પ્રસાદનું ભાજપમાં જોડાવાનું અને હવે તેમને મંત્રીમંડળમાં સામેલ કરવાનું આગામી ચૂંટણીમાં બ્રાહ્મણોને જોડવાની ભાજપની રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, જિતિન પ્રસાદે થોડા મહિના પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

    પલટૂ રામે યુપી કેબિનેટ વિસ્તરણમાં મંત્રી તરીકે શપથ લીધા. તેઓ અનુસૂચિત જાતિના નેતા છે. ધારાસભ્ય પ્રથમ વખત ચૂંટાયા છે.તેના સિવાય સંગીતા બળવંતે પણ મંત્રી તરીકે શપથ લીધા. આ સિવાય સંજીવ કુમારે મંત્રી તરીકે શપથ પણ લીધા છે.

    આ પણ વાંચો: 65 કલાકમાં 24 મીટિંગ- અમેરિકા પ્રવાસમાં જોવા મળ્યું PM મોદીનું ટાઇમ મેનેજમેન્ટ

    યોગી આદિત્યનાથ સરકારનું બીજું કેબિનેટ વિસ્તરણ રવિવારે થયું. જિતિન પ્રસાદ (બ્રાહ્મણ) ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યમંત્રી તરીકે, છત્રપાલ ગંગવાર (કુર્મી), પલટૂરામ (જાટવ), સંગીતા બળવંત બિન્દ (નિષાદ), સંજીવ કુમાર ગોંડ (અનુસૂચિત જનજાતિ), દિનેશ ખાટીક (સોનકર), ધર્મવીર પ્રજાપતિ (પ્રજાપતિ સમાજ), છત્રપાલ સિંહ ગંગવાર (કુર્મી) ને રાજ્યપાલ આનંદીબેન પટેલે પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા.`
    Published by:kuldipsinh barot
    First published: