યોગી સરકારનો મોટો નિર્ણય, હવે B.ed કર્યું હશે તો પણ બની શકાશે શિક્ષક

હવે બીએડ ડિગ્રી ધારક પણ શિક્ષક બની શકશે, જો કે આવા ટિચર્સની નિયુક્તિના 2 વર્ષની અંદર પ્રાથમિક શિક્ષામાં 6 મહિનાનો બ્રિજ કોર્સ કરવો પડશે.

હવે બીએડ ડિગ્રી ધારક પણ શિક્ષક બની શકશે, જો કે આવા ટિચર્સની નિયુક્તિના 2 વર્ષની અંદર પ્રાથમિક શિક્ષામાં 6 મહિનાનો બ્રિજ કોર્સ કરવો પડશે.

 • Share this:
  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સહાયક અધ્યાપકની ભરતીને લઇને મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશ બેસિક શિક્ષા સેવા નિયમાવલી 1981માં સંશોધનને મંજુરી મળી ગઇ. આથી હવે પ્રદેશના જુનિયર બેસિક સ્કૂલો (કક્ષા 1થી 5 સુધી)માં હવે બીએડ ડિગ્રી ધારક પણ શિક્ષક બની શકશે, જો કે આવા ટિચર્સની નિયુક્તિના 2 વર્ષની અંદર પ્રાથમિક શિક્ષામાં 6 મહિનાનો બ્રિજ કોર્સ કરવો પડશે.

  અત્યારસુધી ઉત્તરપ્રદેશમાં ટીઇટી ક્વાલિફાઇ કર્યું હોય અથવા રાષ્ટ્રીય શિક્ષા પરિષદમાંથી બે વર્ષનો ડી.એલ.એડ. (BTC) અથવા ટેટ પાસ હોય એવા જ ઉમેદવાર શિક્ષક તરીકે અરજી કરી શકતા હતા, હવે સામાન્ય બીએડ ડિગ્રી ધારક પણ સહાયક શિક્ષક પદ માટે અરજી કરી શકે છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ જાણો દુનિયાના સૌથી મોટા દેશના રાષ્ટ્રધ્વજની ખાસ વાતો

  BTC ધારકોએ કરી આવી માગ

  69 હજાર શિક્ષક ભરતી મામલે ક્વાલિફાઇંગ માર્ક્સને લઇને હાઇકોર્ટમાં અરજી કરનારા શિવેન્દ્રએ કહ્યું કે તેઓને સરકારના આ નિર્ણયથી કોઇ તકલીફ નથી, અમારા પર આરોપ લાગતો રહ્યો છે કે બીટીસીવાળા પડકારથી ડરે છે, પરંતુ જો સરકારે બીએડને બીટીસી બરાબર કરવાનો નિર્ણય લીધો છે તો અમને કોઇ તકલીફ નથી, હવે અમે પણ એલટી ગ્રેડ અને ટીજીડી માટે એપ્લાઇ કરવાની તક મળવી જોઇએ. જેવી રીતે બીએડ ડિગ્રી ધારકોની નિયુક્તિ બાદ કોર્સ કરવો પડશે તેવો જ કોર્સ અમારા માટે પણ હોય. સરકારના આ નિર્ણયના આધારે તેઓએ આવનારા દિવસોમાં બીટીસી ક્વાલિફાઇ કરનારા એલટી ગ્રેડ અને ટીજીટીમાં તક મળવા માટે કોર્ટનો દરવાજો ખખડાવવાની વાત પણ કરી.
  Published by:Sanjay Vaghela
  First published: