યોગી આદિત્યાથની કેબિનેટમાં આ વખતે 52 મંત્રી બન્યા છે (તસવીર - નરેન્દ્ર મોદી ટ્વિટર)
yogi cabinet ministers - યોગી આદિત્યાથની કેબિનેટમાં આ વખતે 52 મંત્રી બન્યા, આ વખતે મુખ્યમંત્રી યોગી સાથે બે ઉપ મુખ્યમંત્રી, 16 કેબિનેટ મંત્રી, 14 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 20 રાજ્યમંત્રીઓએ શપથ લીધા
લખનઉ : યોગી આદિત્યનાથે (Yogi Adityanath)બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સિવાય કેશવ પ્રસાદ મૌર્યને (Keshav Prasad Maurya)ફરી એકવાર ડિપ્ટી સીએમની જવાબદારી આપવામાં આવી છે. આ વખતે પણ તેમનું કદ બીજા નંબરનું રહેશે. યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં કાનૂન મંત્રીની જવાબદારી સંભાળનાર બ્રજેશ પાઠકને (Brajesh Pathak)પણ ડિપ્ટી સીએમ બનાવવામાં આવ્યા છે. યોગી કેબિનેટમાં (Yogi Adityanath 2.0) જાતિય સમીકરણનું પણ પુરુ ધ્યાન રાખવામાં આવ્યું છે.
યોગી આદિત્યાથની કેબિનેટમાં આ વખતે 52 મંત્રી બન્યા છે. આ વખતે મુખ્યમંત્રી યોગી સાથે બે ઉપ મુખ્યમંત્રી, 16 કેબિનેટ મંત્રી, 14 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 20 રાજ્યમંત્રીઓએ શપથ લીધા છે. જેમાં બ્રાહ્મણ (8), ઓબીસી (20), અનુસૂચિત જાતિ (8), જાટ (5) અને ક્ષત્રિય (6) મંત્રી સામેલ છે. આ સિવાય ભૂમિહાર, વૈશ્ય, શીખ, કાયસ્થ, પંજાબી અને મુસ્લિમ સમાજમાંથી પણ મંત્રી બન્યા છે.