શું કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરશે યોગી આદિત્યનાથ?

  • Share this:
    ઉત્તર પ્રદેશ અને બિહારની 5 બેઠકો પર ઉપ-ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. કર્ણાટકમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષી દળ ભાજપને પણ ઉત્તર પ્રદેશ ઉપ-ચૂંટણીના પરિણામની આતુરતાથી રાહ જોવાય રહી હતી. થોડા મહિના પહેલા ઉપ-ચૂંટણીને લઈને કર્ણાટકે ખાસ રૂચી બતાવી ન હતી. પરંતુ જેમ જેમ વોટિંગની તારીખ નજીક આવતી હતી. તેમ કર્ણાટક સરકારની રૂચી વધતી ગઈ. સીએમ સિદ્ધારમૈયાની રૂચિ વધવાનું ખાસ કારણ હતું યૂપીના સીએમ યોગી આદિત્યનાથ, કારણ કે કર્ણાટકમાં ભાજપ માટે ચૂંટણી પ્રચારનો સ્ટાર ચહેરો છે.

    યૂપીની ગોરખપુર સીટ યોગી આદિત્યનાથની કર્મભૂમિ રહી છે. અહીં જીત મેળવવીએ ભાજપની સાથે સાથે યોગીની પ્રતિષ્ઠા પર પણ સવાલ હતો. પરંતુ બીએસપી સમર્થિત સપાના ઉમેદવાર પ્રવીણ નિષાદે અહીં જીત મેળવી હતી. આટલું જ નહિં, ફુલપુર લોકસભા બેઠક પણ સપાને ગઈ. એવામાં જ્યારે ગોરખપુર અને ફુલપુર બેઠક પર જ્યારે ભાજપની હાર થઈ, તો કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સ્મિત સાથે બીએસપી અને સપાને જીતની શુભકામના આપવાનું ભૂલયા ન હતા.

    યૂપી ઉપ-ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સિદ્ધારમૈયાએ ટ્વીટ કર્યું અને બંને બેઠકો પર જીત મેળવનાર બીએસપી સમર્થિત સપાના ઉમેદવારને શુભકામના આપી હતી. સિદ્ધારમૈયાએ યોગી આદિત્યનાથ પર નિશાન પણ તાક્યુ હતું. તેમણે ટ્વિટ પર યોગીને બીજા રાજ્યો પહેલા પોતાના રાજ્ય પર ફોક્સ કરવાની સલાહ પણ આપી દીધી.

    કર્ણાટકના સીએમએ ટ્વીટ પર લખ્યુ કે, 'યૂપીના સીએમ અને ડેપ્યુટી સીએમની લોકસભા બેઠક હારવી એ ભાજપ માટે અપમાનજનક છે. આ ઐતિહાસિક જીત માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને શુભકામના. ઠીક છે ભાજપ પક્ષની એકતા ભાજપની હારમાં મહત્વની ભૂમિકા ભજવશે. સાથે જ લખ્યું કે કદાચ હવે યોગી આદિત્યનાથ કર્ણાટકમાં વિકાસને લઈને લેક્ચર આપવામાં પોતાનો સમય નષ્ટ નહિં કરે."


    જણાવી દયે કે કર્ણાટકમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતા સમયે યોગીએ વિકાસ અને કાનૂન વ્યવસ્થાને લઈને કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી યોગીને રાજ્યમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

    યૂપી સીએમ યોગીના ભાષણોને લઈને સિદ્ધારમૈયાએ તેમણે સાંપ્રદાયિક નેતા બતાવ્યા હતા, જેનો મુખ્ય ઉદેશ કર્ણાટકના વોટર્સને હિંદુ અને મુસ્લિમમાં વહેચવાનો હતો. ભારે વિરોધ બાદ પણ યોગી અત્યાર સુધીમાં 4 વખત કર્ણાટકનો પ્રવાસ કરી ચૂક્યા છે.


    રાજ્યના કોંગ્રેસ નેતાઓના જણાવ્યા અનુસાર ગોરખપુર અને ફુલપુર સીટ પર જો ભાજપને જીત મળી હોત , તો તેનાથી પાર્ટીની સાથે સાથે યોગી આદિત્યનાથને પણ ફાયદો થાત. પરંતુ, યોગી અને કેશવ પ્રસાદ મૌર્યાને ગોરખપુર અને ફુલપુર સીટ પર મળેલી અપમાનજક હારે ભાજપનો ઉત્સાહ ઓછો કરી દીધો છે. જ્યારે ભાજપની હારથી કોંગ્રેસના મનોબળમાં વધારો થયો છે.

    2019માં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કર્ણાટક ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે ઘણી જ જરૂરી છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી યૂપી ઉપ-ચૂંટણીમાં ભાજપની હારનું મજાક બનાવીને કેડરમાં
    જોશ ભરી રહી છે.

    એવામાં એવું પણ માનવમાં આવી રહ્યું છે કે બુધવારે પોતાના જ ગઢમાં મળેલી અપમાનજનક હાર બાદ કદાચ યોગી આદિત્યનાથ કર્ણાટકની ચૂંટણી પ્રચાર કરવાથી બચવાનું ઇચ્છશે.
    Published by:Nisha Kachhadiya
    First published: