લખનઉ : યૂપી વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election)પ્રચંડ જીત સાથે વાપસી કરનાર યોગી આદિત્યનાથના (Yogi Adityanath)શપથ ગ્રહણ (take oath)કાર્યક્રમની તારીખમાં ફેરફાર થયો છે. સૂત્રોના મતે પહેલા આ કાર્યક્રમ 21 માર્ચે થવાનો હતો પણ હવે 25 માર્ચે થશે. શપથ ગ્રહણ કાર્યક્રમ લખનઉના અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.
સૂત્રોના મતે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં વીવીઆઈપી ગેસ્ટ સિવાય સામાન્ય લોકોને પણ સામેલ થવાની મંજૂરી છે. આ સિવાય રાજ્ય સરકારની અલગ-અલગ યોજનાઓના લાભાર્થી પણ શપથ ગ્રહણ કાર્યક્રમનો ભાગ બનશે.
45 હજાર લોકો હાજર રહેશે તેવી આશા
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં 45 હજાર લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ માટે 200 વીવીઆઈપી મહેમાનોના લિસ્ટ તૈયાર કર્યા છે. સૂત્રોની માનીએ તો શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મુલાયમ સિંહ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી સહિત વિપક્ષના તમામ નેતાઓને આમંત્રિત કરવામાં આવશે. આ સાથે ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાની સંભાવના છે.
યૂપીમાં 37 વર્ષ પછી સતત બીજી વખત કોઇ પાર્ટીએ સત્તા જાળવી રાખી છે. યોગી આદિત્યનાથ સતત બીજી વખત સીએમ પદની શપથ લેશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થશે.
યૂપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ગઠબંધને 273 સીટો પર જીત મેળવી છે. જેમાં ભાજપાએ 225, અપના દળે (એસ) 12 અને નિષાદ પાર્ટીએ 6 સીટો પર વિજય મેળવ્યો છે. સપા ગઠબંધનને 125 સીટો મળી છે.
" isDesktop="true" id="1190355" >
બીજેપી સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી પાપ છે, તો હા મેં પાપ કર્યું : પીએમ મોદી
ભાજપા સંસદીય દળની (Parliamentary party meeting)બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પરિવારવાદી રાજનીતિ પર ઘણો પ્રહાર કર્યો હતો. પીએમે કહ્યું કે આજે દેશનો સૌથી મોટો શત્રુ પરિવારવાદી રાજનીતિ છે કારણ કે પરિવારવાદના કારણે જ જાતિવાદની રાજનીતિને પ્રોત્સાહન મળે છે. આ માટે જવાબદાર છે પરિવારવાદી રાજનીતિક દળ. જેથી પરિવારવાદી રાજનીતિને ખતમ કરવા સુધી આપણી આ લડાઇ ચાલતી રહેશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણી પાર્ટીમાં ઘણા સાંસદોના બાળકોને ટિકિટ આપવામાં આવી નથી જો તેમને ટિકિટ ના આપવી પાપ છે તો હા મેં પાપ કર્યું છે. તેની જવાબદારી લઉં છું. કારણ કે આ પણ પરિવારવાદી રાજનીતિમાં જ આવે છે અને આપણે તેને ખતમ કરવાની છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર