Home /News /national-international /

Exclusive Interview: યોગી બોલ્યા,' હિંદી શીખવાથી દક્ષિણ ભારતીયોને નોકરી મળશે'

Exclusive Interview: યોગી બોલ્યા,' હિંદી શીખવાથી દક્ષિણ ભારતીયોને નોકરી મળશે'

યોગી આદિત્યનાથ (ફાઈલ ફોટો)

યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ નેટવર્ક 18 (Network18) સાથેના એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં હિંદી (Hindi) ને દેશના માથાની બિંદી ગણાવતા કહ્યું કે દક્ષિણ ભારતના ((South India) લોકો હિંદી શીખશે તો તેમને ઉત્તર ભારતમાં રોજગાર મળશે.

વધુ જુઓ ...
    ન્યૂઝ 18 ગુજરાતી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath) એ નેટવર્ક 18 (Network18) સાથેના એક એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં (Hindi) ને દેશના માથાની બિંદી ગણાવતા કહ્યું કે દક્ષિણ ભારતના ((South India) લોકો હિંદી શીખશે તો તેમને ઉત્તર ભારતમાં રોજગાર મળશે.

    સી.એમ. યોગી આદિત્યનાથે કહ્યું કે હિંદીને આખાય દેશમાં સન્માન મળવું જોઈએ. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતીયોને માતૃભાષા સાથે હિંદી પણ આવડતી હશે તો તેમને ઉત્તર ભારતમાં સરળતાથી રોજગાર મળશે. હિંદીનો વિરોધ કરવા બદલ તેમણે વિપક્ષને પણ આડે હાથે લીધો.

    'રાષ્ટ્રીય ભાષા હોવાના કારણે હિંદી અપનાવી સારી વાત'

    હિંદી આપણી રાજભાષા છે. રાજભાષાનું સન્માન થવું જોઈએ. જે પણ આપણા દેશના રાષ્ટ્રીય સન્માનના પ્રતિકો છે તેનું સન્માન થવું જોઈએ. આ તમામ ચીજોનું સન્માન કરવું આપણું કર્તવ્ય છે. ન્યાયાલયોનું કામકાજ પણ અંગ્રેજી સાથે સ્થાનિક ભાષામાં કરી શકાય છે. દાખલા તરીકે તમિલનાડુમાં અંગ્રેજી સાથે તમિલ. સામાન્ય માણસ અંગ્રેજી નથી સમજતો. તેને જાણવાનો હક્ક છે કે ન્યાયાલયમાં શું થઈ રહ્યું છે, આ સ્થિતિમાં તેના માટે માતૃભાષા હોવી જોઈએ. રાષ્ટ્રયી ભાષાને અપનાવી સારી વાત છે. '

    આ પણ વાંચો :  Exclusive Interview: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરીશું - યોગી આદિત્યનાથ

    'વિપક્ષ વિરોધ કરવા ખાતર વિરોધ કરે છે'

    યોગી આદિત્યનાથે જણાવ્યું કે તમે કેરળમાં જશો તો સામાન્ય માણસ મલયાલમ સમજે છે, તો કેરળમાં મલયાલમમાં ન્યાયવ્યવસ્થામાં લાગુ કરી શકાય. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 નાબૂદ થવાથી દેશ ખુશ છે. દેશ એકજુથ થઈ મોદીજી અને અમિત શાહના સાહસિક નિર્ણય સાથે ઉભો છે. કેટલાક લોકો છે જે વિરોધ કરી રહ્યા છે, તેમને ખબર નથી કે તેઓ શું વિરોધ કરી રહ્યા છે? કઈ ચીજનો વિરોધ કરી રહ્યા છે? તેઓ ફક્ત વિરોધ કરવા ખાતર વિરોધ કરે છે.'

    'એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સાથે હિંદીનો પ્રસાર'

    તેમણે કહ્યું આપણે 'એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સાથે હિંદીનો પ્રસાર કરવો જોઈએ. અમે સ્થાનિક ભાષા સાથે હિંદીના વ્યાપમાંની વાત કરીએ છીએ. શું તમિલનાડુના વ્યક્તિનો અધિકારી નથી કે તે દિલ્હી લખનઉમાં આવીને નોકરી કરે. મુંબઈમાં જઈને નોકરી કરે? જો તેમને હિંદી આવડતી હશે તો તેમને અન્ય પ્રદેશોમાં પણ રોજગાર મળશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Hindi, Yogi adityanath, અમિત શાહ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन