યોગી સાબિત થયા બૂંદિયાળ! જ્યાં કર્યો પ્રચાર ત્યાં અડધાથી વધુ બેઠકો હાર્યું ભાજપ

ધાર્મિક ધ્રુવીકરણ કરવાનો યોગીનો પ્રયાસ થયો નિષ્ફળ, યોગીએ હનુમાનજીને દલિત કહ્યા અને ભાજપ હાર્યું 9 બેઠક

News18 Gujarati
Updated: December 12, 2018, 11:05 AM IST
યોગી સાબિત થયા બૂંદિયાળ! જ્યાં કર્યો પ્રચાર ત્યાં અડધાથી વધુ બેઠકો હાર્યું ભાજપ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: December 12, 2018, 11:05 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની સેમિ-ફાઇનલ સમાન પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉછાળવામાં આવેલા મુદ્દા અને ચૂંટણીના પરિણામો જોઈને અંદાજો લગાવી શકાય છે કે જનતાએ રાજકીય પાર્ટીઓના ધાર્મિક ભાવનાઓ સાથે રમવાના પ્રયાસને નકારી કાઢ્યા છે. યોગી આદિત્યનાથે ત્રણ રાજ્યોમાં મેરથોન રેલીઓ કરી પણ જનતા તેમની વાતોમાં આવી નહીં. યોગીએ જ્યાં રેલીઓ કરી ત્યાંની અડધાથી વધુ બેઠકો પર ભાજપ હારી ગયું.

ધાર્મિક ધ્રુવીકરણ કરવાનો યોગીનો પ્રયાસ થયો નિષ્ફળ
ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી બાદ હિન્દી બેલ્ટમાં બીજા સૌથી મોટા પ્રચારક રહ્યા. તેમણે અલગ-અલગ રાજ્યોમાં 70થી વધુ રેલીઓમાં મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત યોગી આદિત્યનાથે આ રેલીઓમાં અલી-બજરંગબલી જેવા નિવેદન આપી ધાર્મિક ધ્રુવીકરણનો પણ ઘણો પ્રયાસ કર્યો. પરંતુ ચૂંટણી પરિણામો જોઈએ તો યોગી આદિત્યનાથે જે બેઠકો માટે રેલીઓ કરી ત્યાં ભાજપને અડધીથી વધુ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે. જેનાથી કહી શકાય કે જનતાને ધર્મના રાજકારણને વધુ મહત્વ નથી આપ્યું.

આ પણ વાંચો, ભાજપના 36 મંત્રી હારી ગયા ચૂંટણી, MP-રાજસ્થાનમાં સૌથી ખરાબ દશા

યોગીએ હનુમાનજીને દલિત કહ્યા અને ભાજપ હાર્યું 9 બેઠક
યોગી આદિત્યનાથે રાજસ્થાનના અલવરમાં હનુમાનજીને દલિત કહ્યા હતા. અલવર જિલ્લામાં 11 વિધાનસભા બેઠકો હતી, પરંતુ તેમાંથી ભાજપને માત્ર 2 બેઠકો પર જીત મળી. જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપને અહીંથી 9 સીટો પર જીત મળી હતી.
First published: December 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...