ધર્મનિરપેક્ષતા વૈશ્વિક સ્તરે ભારત માટે મોટો ખતરો, પ્રોપગેન્ડા ફેલાવનારાને સજા ભોગવવી પડશે- યોગી આદિત્યનાથ

ધર્મનિરપેક્ષતા વૈશ્વિક સ્તરે ભારત માટે મોટો ખતરો, પ્રોપગેન્ડા ફેલાવનારાને સજા ભોગવવી પડશે- યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે ભારતના ધર્મનિરપેક્ષતા પર બોલતા અપીલ કરી કે નાના સાંપ્રદાયિક વિવાદોમાં સામેલ થઈને દેશની મૈત્રીપૂર્ણ ભાવનાને ગુમાવે નહીં

યોગી આદિત્યનાથે ભારતના ધર્મનિરપેક્ષતા પર બોલતા અપીલ કરી કે નાના સાંપ્રદાયિક વિવાદોમાં સામેલ થઈને દેશની મૈત્રીપૂર્ણ ભાવનાને ગુમાવે નહીં

  • Share this:
    નવી દિલ્હી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ શનિવારે કહ્યું છે કે ધર્મનિરપેક્ષતા (Secularism) વૈશ્વિક સ્તર પર ભારતીય પરંપરા માટે મોટો ખતરો છે અને જે લોકો ભારતની વિરુદ્ધ પ્રોપાગેન્ડા (Propaganda) ફેલાવી રહ્યા છે, તેમને સજા ભોગવવી પડશે.

    યોગી આદિત્યનાથે શનિવારે એક કાર્યક્રમમાં ચેતવણીના સ્વરમાં કહ્યું કે, પોતાના લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરવા અને દેશને દગો આપનારાઓને છોડવામાં નહીં આવે. જે લોકો થોડાક પૈસા માટે ભારત વિશે જૂઠી વાતો ફેલાવી રહ્યા છે તેમણે કાર્યવાહીનો સામનો કરવો પડશે.



    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘ગ્લોબલ ઇનસાઇકલોપીડિયા ઓફ રામાયણ’ની ‘કર્ટેન રેઝર’ પુસ્તકના વિમોચન કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રાજ્યનું સંસ્કૃતિ વિભાગે કર્યું હતું. મુખ્યમંત્રીએ શોધ સંસ્થાન દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોનું પણ વિમોચન કર્યું. તેઓએ આ દરમિયાન કહ્યું કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને ગ્લોબલ ઇનસાઇક્લોપીડિયા ઓફ ધ રામાયણના લૉન્ચને વધુ ખાસ બનાવી દીધું છે.

    આ પણ વાંચો, પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે જરૂરી સમાચાર! 1 એપ્રિલથી નાણા જમા કરાવવા - ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા કપાશે

    યોગી આદિત્યનાથે ભારતના ધર્મનિરપેક્ષતા પર બોલતા લોકોને અપીલ કરી છે કે નાના સાંપ્રદાયિક વિવાદોમાં સામેલ થઈને દેશની મૈત્રીપૂર્ણ ભાવનાને ગુમાવે નહીં. તેઓએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભગવાન શ્રીરામની સંસ્કૃતિ પહેલી સંસ્કૃતિ છે, જેને વૈશ્વિક મંચ પર પોતાનું સ્થાન ઊભું કર્યું. તેના હજારો વર્ષો બાદ ભગવાન બુદ્ધની સંસ્કૃતિ વૈશ્વિક મંચ પર સ્થાપિત થઈ.

    આ પણ વાંચો, IPL 2021: આ વર્ષે પણ દર્શકો વગર યોજાશે આઇપીએલ, BCCI લઈ શકે છે મોટો નિર્ણય

    યોગીએ વધુમાં કહ્યું કે, મહાભારત અને રામાયણ માતર આપણને જીવનના સારી સંદેશ જ નથી આપતા પરંતુ આપણને ભારતીય સરહદોના વિસ્તાર વિશે પણ અનેકગણું વધારે જણાવે છે. આ હિન્દુ મહાકાવ્યની કહાણીઓ આપણને એક ઉત્તમ ભારતના નિર્માણમાં મદદ કરે છે. યોગીએ કહ્યું કે કેટલાક લોકો એવા પણ છે જે અયોધ્યામાં ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઊભા કરે છે. પરંતુ ઈતિહાસને કોઈ ખોટું સાબિત નહીં કરી શકે.
    Published by:Mrunal Bhojak
    First published:March 07, 2021, 12:20 pm