લખનઉ : યૂપી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Elections 2022) પ્રચંડ જીત મેળવ્યા પછી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ફરી એકવાર બીજેપીના ધારાસભ્ય દળના નેતા પસંદ થયા છે. તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળીને સરકાર બનાવવાનો દાવો પણ રજુ કર્યો છે. ગુરુવારે લખનઉમાં થયેલી ભાજપાની બેઠકમાં યોગી સરકારના નવા મંત્રીમંડળનું (Yogi Government)લિસ્ટ પણ ફાઇનલ થઇ ગયું છે. જાણકારી પ્રમાણે કેશવ પ્રસાદ મોર્ય (Keshav Prasad Maurya)અને ડો. દિનેશ શર્મા જ યોગી આદિત્યનાથ સરકારમાં ડિપ્ટી સીએમની ભૂમિકા નિભાવશે. જોકે આ સત્તાવાર જાહેરાત થઇ નથી પણ સૂત્ર જણાવી રહ્યા છે કે બે ઉપ મુખ્યમંત્રી રહેશે. ડિપ્ટી સીએમ તરીકે કેશવ પ્રસાદ મોર્ય, દિનેશ શર્મા સિવાય સ્વતંત્ર દેવ સિંહનું નામ પણ ચાલી રહ્યું છે. યોગી આદિત્યનાથ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં સાંજે 4 કલાકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે લગભગ 50 મંત્રી શપથ લઇ શકે છે.
યોગી મંત્રીમંડળમાં 2024ની ચૂંટણીની ઝલક પણ જોવા મળશે. જેથી જાતિગત સમીકરણની સાથે ક્ષેત્રીય મુદ્દાને પણ સાધવાનો પ્રયત્ન રહેશે. જો જાતિગત આધાર પર વાત કરીએ તો યોગી મંત્રીમંડળમાં બ્રાહ્મણ ચહેરાના રૂપમાં શ્રીકાંત શર્મા, રેકોર્ડ મતોથી સાહિબાબાદ સીટથી જીતનાર સુનીલ શર્મા, બ્રજેશ પાઠક અને જિતિન પ્રસાદને મંત્રીમંડળમાં સામેલ કરી શકાય છે.
પશ્ચિમ યૂપીથી જાટ નેતાઓની મજબૂત દાવેદારી
પશ્ચિમ યૂપીમાંથી જાટ નેતાઓની પણ યોગી મંત્રીમંડળમાં મજબૂત દાવેદારી માનવામાં આવે છે. જેથી ભૂપેન્દ્ર ચૌધરી, લક્ષ્મી નારાયણ ચૌધરી, રાજેશ ચૌધરી, સુરેશ રાણાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
સુરેશ ખન્ના, મહેન્દ્રસિંહ, સિદ્ધાર્થનાથ સિંહ, બેબી રાની મૌર્યા, સતીશ મહાના, અસીમ અરુણ, અનિલ રાજભર, આશુતોષ ટંડન, સૂર્ય પ્રતાપ શાહી, નંદ ગોપાલ બંદી, અદિતિ સિંહનું નામ મંત્રી પદ માટે ઘણી ચર્ચામાં છે. આ સિવાય જે નામોની ચર્ચા છે તેમાં રાજેશ્વર સિંહ, ગુલાબો જેવી, અર્પણા યાદવ, અરવિંદ કુમારનું નામ પણ સામેલ છે.
" isDesktop="true" id="1192244" >
ઉત્તર પ્રદેશના નામાંકિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જો યુપી વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરશે તો તે દેશના વિકાસમાં પણ મદદરૂપ થશે. અમે ઉત્તર પ્રદેશનું બજેટ 2 લાખ કરોડથી 6 લાખ કરોડ સુધી લાવવાનું કામ કર્યું છે. તેમણે આ સાથે જ કહ્યું કે રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત એક જ પક્ષના મુખ્યમંત્રી સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. મારી પાસે 2017 પહેલા કોઈ વહીવટી અનુભવ ન હતો અને સરકારની કોઈ જવાબદારી નિભાવી નથી. પાર્ટીએ 2017માં મારા પર વિશ્વાસ કર્યો. આ સાથે યોગી આદિત્યનાથે કહ્યું કે પહેલીવાર ઉત્તર પ્રદેશને રમખાણો મુક્ત કરી શકાયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર