લખનઉ : યોગી આદિત્યનાથના (Yogi Adityanath) બીજા કાર્યકાળમાં મંત્રીમંડળને (yogi adityanath ministers list)લઇને મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. એ લોકોના નામ આ લિસ્ટમાં નથી જેમના મંત્રી બનવાની પ્રબળ સંભાવના હતી. યોગી સરકારના (Yogi Cabinet)પ્રથમ કાર્યકાળમાં ઘણા એવા મંત્રી હતા જેમના પત્તા કપાઇ ગયા છે. મળેલી જાણકારી પ્રમાણે ઉપ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્મા, ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા, કેબિનેટ મંત્રી અને સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહ, વારાણસી દક્ષિણથી ધારાસભ્ય અને મંત્રી નીલકંઠ તિવારી સહિત ઘણા દિગ્ગજ નવા મંત્રીમંડળમાં સામેલ થઇ રહ્યા નથી.
જણાવી દઇએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બે ઉપ મુખ્યમંત્રીએ શપથ લીધા છે. જેમાં કેશવ પ્રસાદ મોર્ય (Keshav Maurya)અને બ્રજેશ પાઠકનો (Brajesh Pathak)સમાવેશ થાય છે. ડો. દિનેશ શર્માને આ વખતે ઉપ મુખ્યમંત્રી બનાવ્યા નથી. આ સિવાય સુરેશ રાણા, રમાપતિ શાસ્ત્રી, મોતી સિંહ, ઉપેન્દ્ર તિવારી, જય પ્રતાપ સિંહ, રામ નરેશ અગ્નિહોત્રી, અશોક કટિયાર અને જય પ્રતાપ જૈકી સહિત ઘણા મંત્રીઓના પત્તા કપાયા છે. મળેલી જાણકારી પ્રમાણે યોગી આદિત્યનાથ સાથે લગભગ 52 મંત્રીઓએ શપથ લીધા છે.