Home /News /national-international /UP Election Result: યૂપીમાં જીત પછી પીએમ મોદીને મળ્યા યોગી આદિત્યનાથ, નવી સરકાર પર થઇ ચર્ચા!

UP Election Result: યૂપીમાં જીત પછી પીએમ મોદીને મળ્યા યોગી આદિત્યનાથ, નવી સરકાર પર થઇ ચર્ચા!

યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)સાથે મુલાકાત કરી

Yogi Adityanath Meets PM narendra modi - યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં મળેલી જીત પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh)ફરી એક વખત ભાજપાએ (BJP) પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરી છે. ચૂંટણીમાં (UP Election Result 2022) જીત મળ્યા પછી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)રવિવારે દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપાના શીર્ષ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)સાથે પણ મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે ઘણો સમય સુધી વાતચીત ચાલી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન યૂપીમાં ભાજપા સરકારના ગઠન સાથે નવા મંત્રિમંડળ વિશે પણ ચર્ચા થઇ છે.

પીએમ સાથે મુલાકાત પછી યોગી આદિત્યાથે ટ્વિટ કરીને કહ્યું કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, આત્મનિર્ભર ભારતના શિલ્પકાર, એક ભારત-શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી જી સાથે નવી દિલ્હીમાં મુલાકાત થઇ. પોતાના વ્યસ્ત દિનચર્યામાંથી સમય પ્રદાન કરીને આત્મીય માર્ગદર્શન કરતા પ્રધાનમંત્રી જી નો હ્યદયથી આભાર.

જાણકારી પ્રમાણે પોતાના નિર્ધારિત પ્રવાસે દિલ્હી પહોંચેલા યોગી આદિત્યનાથે ઉપ રાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુ સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી. આ પહેલા તે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષને મળવા તેમના નિવાસસ્થળે પહોંચ્યા હતા. તેમણે ભાજપાના અન્ય નેતાઓ સાથે પણ અલગ-અલગ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો - કોંગ્રેસની CWC ની મિટિંગ ખતમ, પાંચ રાજ્યોમાં પરાજયના કારણોનું કરવામાં આવ્યું મંથન

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં મળેલી જીત પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. શપથ ગ્રહણ પહેલા યોગી આદિત્યનાથની પ્રધાનમંત્રી સાથે બેઠક ઘણી રીતે ખાસ છે. બતાવવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી અને યોગી આદિત્યનાથની આ મુલાકાત પછી યૂપીમાં કેબિનેટના ચહેરા પર તસવીર સ્પષ્ટ બનશે. બીજેપી પ્રમુખ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. તે ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરશે.

આ પણ વાંચો - corona epidemic : જલ્દી થશે કોરોના મહામારીનો અંત, પરિણામ અને અસર પર ચર્ચા કરી રહ્યું છે WHO
" isDesktop="true" id="1188631" >

દિલ્હી પહોંચ્યા પછી યોગી આદિત્યનાથ બીએલ સંતોષને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. બન્ને વચ્ચે લગભગ દોઢ કલાક વાતચીત ચાલી હતી. આ પ્રસંગે અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીએલ સંતોષે યોગીને યૂપીમાં ઐતિહાસિક જીત પર અભિનંદન પાઠવ્યા હતા.
First published:

Tags: CM Yogi Adityanath, Uttar Pradesh‬, પીએમ નરેન્દ્ર મોદી