ગોરખપુર સીટ માટે યોગી આદિત્યનાથે બનાવ્યો આ માસ્ટર પ્લાન

 • Share this:
  ઉત્તર પ્રદેશની સૌથી ચર્ચિત સીટ ગોરખપુર સીટ પર ભાજપે અત્યારસુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. પરંપરાગત લોકસભા સીટ હોવાથી આ સીટ પર મુખ્યમંત્રી આદિત્યનાથની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ આ સીટના બહાને CM યોગી પર સતત હુમલાઓ થઇ રહ્યાં છે. એવામાં ચૂંટણીમાં યોગી આ સીટ પર કોઇ રિસ્ક લેવા નથી ઇચ્છતા. એવામાં સવાલ એ થાય કે એક પેટા ચૂંટણી બાદ એવું શું થઇ ગયું કે પરંપરાગત લોકસભા સીટ ખતરામાં છે. શું આ પાછળનું કારણ એસપી-બીએસપી ગઠબંધન છે કે પછી બીજુ કાઇ ?

  આ પાછળનું કારણ જાણવા માટે ગોરપુર લોકસભા સીટ અને યોદી આદિત્યનાથના રાજનીતિક ઇતિહાસને જાણવો જરૂરી છે. યોગી આદિત્યનાથની વાત કરીએ તો પ્રથમ લોકસભા ચૂંટણી તો 1998માં થયેલી ચૂંટણીમાં તેમની લડાઇ સમાજવાદી પાર્ટીના યમુના પ્રદાસ નિષાદ સાથે હતી. યોગી આ ચૂંટણી જીતી ગયા પરંતુ મતનું અંતર માત્ર 26206 મત હતું. તેના એક વર્ષ બાદ 1999માં પણ યોગીની લડાઇ યમુના નિષાદ સાથે હતી અને આ વખતે જીતનું અંતર માત્ર 7339 મત હતું. 2004માં લોકસભા ચૂંટણીમાં પણ યોગીએ આ સીટ પરથી ફરી યમુના પ્રસાદ નિષાદને હરાવ્યા અને મતનું અંતર વધીને 1,42,309 મત થઇ ગયા.

  અહીં ક્લિક કરી વાંચોઃ ગિરિરાજે આપી આઝમ ખાનને ધમકી, 'ચૂંટણી પછી કહીશું કોણ છે બજરંગબલી'

  2009માં યોગી આદિત્યનાથે બીએસપીના વિનય શંકર તિવારીને 22000થી વધુ મતોથી હરાવ્યા. 2014માં યોગીએ આ સીટ એસપીના રાજમતી નિષાદને ત્રણ લાખથી વધુ મતોથી હરાવ્યા. આ આંકડા દર્શાવે છે કે યોગી સતત મજબૂત થઇ રહ્યાં છે. પરંતુ તેનો બીજો પણ એક પહેલું એ પણ છે કે જ્યારે જ્યારે મેદાનમાં યોગી સામે એકલા નિષાદ ઉમેદવાર હોય તો જીતનું અંતર ખૂબ જ ઓછું હોય છે.
  Published by:Sanjay Vaghela
  First published: