Home /News /national-international /Yogi Adityanath Interview: CM યોગીએ ન્યૂઝ 18 ઇન્ડિયા સાથે બોયકોટ સંસ્કૃતિ પર વાત કરી - દરેક કલાકાર માટે આદર, પરંતુ જનતા...
Yogi Adityanath Interview: CM યોગીએ ન્યૂઝ 18 ઇન્ડિયા સાથે બોયકોટ સંસ્કૃતિ પર વાત કરી - દરેક કલાકાર માટે આદર, પરંતુ જનતા...
યોગી આદિત્યનાથે બોયકોટ કલ્ચર વિશે કહ્યુ...
Yogi Adityanath Interview: યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, કોઈપણ કલાકાર કે લેખક કે કોઈપણ ટેલેન્ટ ધરાવતા વ્યક્તિનું સન્માન કરવું જોઈએ. અમે આવા તમામ લોકોનું સન્માન કરીએ છીએ. આમ છતાં ફિલ્મ નિર્દેશકે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, ફિલ્મ બનાવતી વખતે એવો કોઈ સીન ન રાખવો, જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM યોગી આદિત્યનાથે) નેટવર્ક-18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં કહ્યુ હતુ કે, અમે તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ. અમારી પાસે ફિલ્મ નીતિ છે અને ઘણી ફિલ્મોનું શૂટિંગ યુપીમાં થાય છે. પરંતુ દિગ્દર્શકોએ એવી તકેદારી રાખવી જોઈએ કે, જાણીજોઈને એવા દ્રશ્યો ન આપે જેનાથી લોકોની લાગણી દુભાય. સીએમ યોગી આદિત્યનાથે ન્યૂઝ 18 ઈન્ડિયા પર એક એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, તેમની સરકારે યુપીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ઘણી વસ્તુઓ કરી છે. તેને કારણે તાજેતરના સમયમાં રાજ્યમાં ફિલ્મોના શૂટિંગમાં વધારો થયો છે.
બોયકોટ સંસ્કૃતિ અંગે યોગીએ શું કહ્યું?
નેટવર્ક-18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીએ સીએમ યોગીને કહ્યુ હતુ કે, ‘તમે જાતે જ ફિલ્મ ઉદ્યોગને યુપીમાં લાવવા માંગો છો. તમે ઘણા વર્ષોથી આ વિશે વાત કરો છો. સુનીલ શેટ્ટીજીએ પણ તમને મુંબઈમાં એક પ્રશ્ન પૂછ્યો હતો. તે બોયકોટ સંસ્કૃતિનો પ્રશ્ન હતો. જેમ કે, પઠાણ ફિલ્મના ગીત 'બેશરમ રંગ' પર વિવાદ થયો હતો. તેને કારણે ચારેબાજુ ભારે વિવાદ થયો હતો. તમે તેને કેવી રીતે જોશો? તમે આ બોયકોટ સંસ્કૃતિને કેવી રીતે જુઓ છો અને તેના વિશે તમારો સંદેશ શું છે?’ આના જવાબમાં સીએમ યોગીએ કહ્યુ હતુ કે, ‘કોઈપણ કલાકાર, લેખક અથવા કોઈપણ વ્યક્તિ કે જેની પાસે પ્રતિભા છે તેનું સન્માન કરવું જોઈએ.’
સીએમ યોગીએ કહ્યુ હતુ કે, ‘અમે બધાનું સન્માન કરીએ છીએ. ઉત્તર પ્રદેશે પણ ફિલ્મો માટે પોતાની નીતિ બનાવી છે અને અહીં પહેલાં કરતાં ઘણી વધુ ફિલ્મો બની રહી છે. તે સંદર્ભે વિવિધ કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. ફિલ્મ નિર્દેશકે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેણે જાણીજોઈને આવા દ્રશ્યો ન રાખવા જોઈએ, જેનાથી વિવાદ સર્જાય અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે. ફિલ્મ બનાવતી વખતે ભૂલથી કોઈ ઘટના બની જાય તો અલગ વાત છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર