લ્યો બોલો! યોગી આદિત્યનાથને 'દલિત મિત્ર' એવોર્ડ, દલિતો ભડક્યાં

યોગી આદિત્યનાથ (ફાઈલ તસવીર)

  • Share this:
    લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આજે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમીત્તે આંબેડકર મહાસભા દ્વારા 'દલિત મિત્ર' એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. યોગીને 'દલિત મિત્ર' એવોર્ડ આપવામાં આવતા અનેક દલિત કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને પોલીસે તેમની ધરપકડ કરી હતી.

    દલિત કર્મશીલ એસ.આર દારાપરી, નિવૃત આઇએએસ ઓફિસર હરીશ ચંન્દ્રા, ગજોધર પ્રસાદ અને એન.એસ ચૌરસીયાની આંબેડકર મહાસભાની ઓફિસના દરવાજા પાસેથી અટકાયત કરવામાં આવી હતી.

    આ પ્રસંગે આંબેડકર મહાસભાના પ્રમુખ લાલજી પ્રસાદ નિર્મલે કહ્યું કે, "જે લોકો આંબેડકરની પ્રતિમાઓ બનાવે છે તેના કરતા યોગી દલિતો માટે વધુ કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી આંબેડકર મહાસભાનો ઉત્તર પ્રદેશના દલિતો પર પ્રભાવ રહ્યો છે."

    આ ઉત્તર પ્રદેશના ગવર્નર રામ નાયકના હસ્તે આ એવોર્ડ સ્વીકારતી વખતે યોગીએ કહ્યું કે, "મોદીએ દેશના દલિતો માટે ઘણુ કામ કર્યુ છે અને ગરીબ દલિતોને બેંક એકાઉન્ટ ખોલવામાં મદદ કરી છે. આઝાદી પછી એક મોદી જ છે જેમણે બાબા સાહેબને ખરેખર માન આપ્યું છે."

    જ્યારે યોગીને દલિત મિત્ર એવોર્ડ આપવાની જાહેરાત થઇ ત્યારે આંબેડકર મહાસભાના સ્થાપક સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આંબેડકર મહાસભાના સભ્ય એવા એ.એસ. દારાપુરીએ જણાવ્યું કે, યોગીને દલિત મિત્ર એવોર્ડ આપવા બાબતે સભાના તમામ સભ્યોને જણાવવામાં આવ્યું નહોતું . ટુંક સમયમાં જ. જનરલ મિટીંગ બોલાવી મહાસભાના પ્રમુખ નિર્મલ સામે પગલા લેવામાં આવશે. દલિતો પરના અત્યાચારમાં વધારો થઇ રહ્યો છે અને યોગીને 'દલિત મિત્ર' એવોર્ડ આપવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
    Published by:Kaushal Pancholi
    First published: