યોગી સરકારની ગીતા જ્ઞાન સ્પર્ધામાં મુસ્લિમ છોકરીઓએ મારી બાજી

  • Share this:
યોગી સરકાર દ્વારા આયોજિત ગીતા જ્ઞાન સ્પર્ધામાં 16 વર્ષની આફરિને લખનઉ ડિવીજનમાં બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે યૂપીથી મેરઠમાં રહેનાર આલિયા બીજા સ્થાને રહી હતી. જણાવી દઈએ કે, પ્રતિયોગિતામાં યૂપીની બધી જ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 15 વર્ષની આલિયાએ ભગલાન શ્રીકૃષ્ણનાં રૂપમાં ગીતા સંભળાવી હતી.

આલિયાએ કહ્યું, કોઈએ પણ મને રોકી નથી, બધા જ ખુબ જ સપોર્ટિવ છે. જો કોઈ કહે છે તો તેનો સીધો જવાબ મારી પાસે હાજર રહે છે. હું ગીતા કોઈ ધર્મના કારણે વાંચતી નથી, પરંતુ જ્ઞાન લેવા માટે વાંચુ છું. જ્ઞાન ગમે ત્યાંથી લઈ શકાય છે. તે ઉપરાંત આલિયાની માં અફરોજ પણ તેમની દિકરીના પ્રદર્શનથી ખુબ જ ખુશ હતી.

જ્યારે લખનઉ ડિવીઝનથી સેકેન્ડ પોઝિશન મેળવનાર આફરિન માટે આ એક નવો અનુભવ હતો. આફરિન જણાવે છે કે, તેમને પીએમ મોદી અને યોગી આદિત્યનાથને ગીતાના શ્લોક બોલતા સાંભળ્યા છે. આનાથી તેમને ઘણી બધી પ્રેરણા મળી છે.

છોકરાઓથી છોકરીઓને કોઈપણ બાબતે પાછળ ન સમજનાર આફરિને કહ્યું કે, હું બધા જ પરિવારજનોને વિનંતિ કરૂ છું કે, તેઓ પોતાની દિકરીઓને ભણી-ગણીને આગળ વધવા દો. પુત્રીઓ જે પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગતી હોય તે ક્ષેત્રમાં તેમને આગળ વધારવા માટે પ્રેરણા પૂરી પાડો.
First published: