Yogi Adityanath Exclusive Interview Updates - સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે પોતાનું નામાંકન ગોરખપુર સીટ પરથી ભર્યું, નામાંકન પછી CM યોગીનું સૌથી મોટું રાજનીતિક ઇન્ટરવ્યૂ News18India પર
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) આગામી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Elections 2022) ગોરખપુર શહેર (Gorakhpur Seat)સીટથી બીજેપીના ઉમેદવાર છે. સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે પોતાનું નામાંકન ભર્યું હતું અને યૂપી ચૂંટણી-2022માં બીજેપીને 300થી વધારે સીટો જીતવાનો દાવો કર્યો છે. સીએમ યોગીના નામાંકન પછી પ્રથમ સૌથી મોટું ઇન્ટરવ્યૂ ન્યૂઝ 18 ઇન્ડિયાને (Yogi Adityanath Exclusive Interview)આપ્યું છે. Network18 ના એમડી અને ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશીના સવાલોના જવાબો સીએમ યોગી આદિત્યનાથ આપ્યા હતા.
ચૂંટણી લડવા માટે સીટનો નિર્ણય પાર્ટી પર છોડી દીધો હતો - સીએમ યોગી
સીએમ યોગીએ કહ્યું કે પાર્ટીએ મને પૂછ્યું હતું અને મેં પાર્ટીની ઉપર નિર્ણય છોડ્યો હતો. બીજેપી એક લોકતાંત્રિક પાર્ટી છે અને હું આભારી છું પીએમ મોદી અને સંસદીય બોર્ડનો, જેમણે મને ગોરખપુરથી ચૂંટણી લડવા માટે મંજૂરી આપી અને આજે મેં પોતાનું નામાંકન દાખલ કર્યું છે.
ચૂંટણી આસાન થવાના સવાલ પર સીએમ યોગીએ કહ્યું કે 2019માં ભાઇ-બહેનની પાર્ટીને બધા લોકોએ હાઇલાઇટ કર્યા હતા. તે સમયે પ્રદેશની સત્તાધારી પાર્ટીએ મોટા-મોટા દાવા કર્યા હતા. 2017માં બે યુવકોની જોડીને પણ જનતાએ ફગાવી હતી. ઓપિનિયન પોલ હોય કે એક્ઝિટ પોલ દરેક પ્રકારના દાવાને ફગાવ્યા અને બીજેપીને પોતાનું સમર્થન આપ્યું છે. 2019માં મહાગઠબંધન બન્યું હતું. સપા, કોંગ્રેસ, બસપા. લોકદળ બધા જોડાઇ ગયા હતા. રિઝલ્ટ શું રહ્યું. બીજેપી અને પીએમ મોદીને સમર્થન મળ્યું. વૈશ્વિક પંચ પર ભારતની પ્રતિષ્ઠા વધી છે. યૂપીની અંદર 5 વર્ષમાં અમે સુરક્ષાના શાનદાર સ્તર પર આવ્યા છીએ. નિવેશની તકો બની છે. યુવાઓને નોકરી મળી છે. અન્નદાતા ખેડૂતની ખુશહાલી માટે દેવામાફીથી લઇને સિંચાઇની સુવિધા આપી છે. એમએસપી વધારી છે. મહિલાઓને સુરક્ષા મળી છે. આ બધી ચીજો જોડાશે તો બીજેપી 300નો આંકડો પાર કરશે.
સીએમ યોગીએ કહ્યું કે સપાને થયેલા સર્વેને જોઇ લો. સપા નીચે તરફ જઈ રહી છે. બીજેપી ઉપર તરફ આવી રહી છે. આજે ઘણી સ્પષ્ટ સ્થિતિ છે કે બીજેપી 300થી વધારે સીટ જીતશે. આ ચૂંટણી અંતત: 80-20ની થવાની છે. 80 ટકા જનતાનું સમર્થન બીજેપી અને 20માં બાકી બધા.
આ 20 લોકો કોણ છે તે સવાલ પર સીએમ યોગીએ કહ્યું કે આ તે લોકો છે જેમને ગુંડા ટેક્સ પસંદ હતો. ચહેરા જોઈને યોજનાઓેને બંદરબાટ કરનાર લોકો છે. જેમને બેટીઓની સુરક્ષા પસંદ ન હતી. 80-20ને સમજાવતા સીએમ યોગીએ કહ્યું કે જે પણ વિકાસને પસંદ કરે છે તે બીજેપી સાથે આવશે. ગરમી વધારવાના નિવેદન પર સીએમ યોગીએ કહ્યું કે શું કેરાનાના વેપારીઓને સુરક્ષા મેળવવાનો અધિકાર નથી. શું પશ્ચિમી યૂપીની બેટીઓને સુરક્ષા મેળવવાનો અધિકાર નથી. સીએમ યોગીએ કહ્યું કે બીજેપી સરકારે સુરક્ષાનું જે વાતાવરણ આપ્યું છે આ કાર્યને માતાઓ અને બહેનોએ હાથો હાથ લીધા છે. જે લોકો પહેલા પલાયન માટે જવાબદાર હતા, આપરાધિક દુનિયામાં પોતાને શહેનશાહ માનતા હતા તે સાડા ચાર વર્ષ સુધી બિલોમાં સંતાઇ ગયા હતા. સીએમ યોગીએ પોતાનું નિવેદન ફરી દોહરાવતા કહ્યું કે 10 માર્ચ પછી ગરમી શાંત થઇ જશે.
યૂપીમાં કોઇ મુસલમાન ઉમેદવારની ટિકિટ ના આપવા પર સીએમ યોગીએ શું કહ્યું
સપા પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે તેમનો વિચાર પરિવારથી આગળ જઈ શક્યો નથી. તેમનું નામ સમાજવાદી છે પણ પરિવારવાદી છે અને કામ કરે છે દંગાવાદી..તેમની પાસે શું આશા કરીએ. યૂપીમાં કોઇ મુસલમાન ઉમેદવારને ટિકિટ ના આપવાના સવાલ પર સીએમ યોગીએ કહ્યું કે મારો તેમની સાથે તે જ સંબંધ છે જે તેમનો મારી સાથે છે. યૂપી સરકારમાં અમારી સાથે એક મુસ્લિમ મિત્ર છે. કેન્દ્ર સરકારમાં નકવી જી મંત્રી છે. બીજા પણ આ પ્રકારના ચહેરા છે. આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. અમારો કોઇ ધર્મ, જાતિથી વિરોધ નથી પણ હા જેમનો વિરોધ ભારત અને ભારતીયતાથી હશે સ્વાભાવિક રીતે તે અમારા દુશ્મન છે. જે ભારતને પ્રેમ કરે છે. તેને ગળે લગાવીએ છીએ, સન્માન આપીએ છીએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર