Home /News /national-international /

હદ થઇ! દલિતોનાં મત વિસ્તારમાં યોગી આદિત્યનાથે કહ્યું, હનુમાન દલિત હતા

હદ થઇ! દલિતોનાં મત વિસ્તારમાં યોગી આદિત્યનાથે કહ્યું, હનુમાન દલિત હતા

યોગી આદિત્યનાથ

આ પહેલા છત્તિસગઢમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે આદિવાસીઓનાં મત અંક કરવા માટે યોગીએ કહ્યું હતું કે, હનુમાનજી આદિવાસી હતા.

  ભારતીય જનતા પાર્ટીનાં સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથે ચુંટણીમાં હવે હનુમાનને ઢસેડ્યા છે અને એવો દાવો કર્યો છે કે, હનુમાન દલિત હતા. રાજસ્થાનમાં વિધાનસભાનાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આ પ્રક્રારનું નિવેદન આપ્યું હતું.

  યોગી આદિત્યનાથ તેમની ચૂંટણી સભાઓમાં વિવાદાસ્પદ નિવેદનો આપી મતોનું ધૃવીકરણ કરવા માટે જાણીતા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, હનુમાન દલિત હતા અને મતદારોને અપીલ કરી કે, જે હનુમાનની જ્ઞાતિના હોય તે તેમની જ્ઞાતિનાં ઉમેદવાર (એટલે કે ભાજપનાં દલિત ઉમેદવાર)ને મત આપે.

  આ સિવાય આદિત્યનાથે કહ્યું કે, હનુમાન આદિવાસી હતા અને બજરંગબલીએ ભારતની તમામ કોમ્યુનિટીને એક કરવા માટે કામ કર્યું. ઉત્તરભારત થી લઇ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતથી લઇ પશ્ચિમ ભારત. ભગવાન રામની પણ એ ઇચ્છા હતી. આપણે પણ તેમની ઇચ્છા પુરી કરવી જોઇએ”.

  યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રામ ભક્તો હશે તે ભાજપને મત આપશે અને રાવણનાં ભક્તો હશે તે કોંગ્રેસને મત આપશે.

  આ પણ વાંચો: જે કોંગ્રેસ રામની નથી તે આપણા કોઈ કામની નથી: યોગી આદિત્યનાથ

  અત્રે એ ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથ જે-જે રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવા જાય છે ત્યાં રામનો ઉલ્લેખ કરે છે અયોધ્યામાં રામ મંદિરનાં મુદ્દાને આગળ ધરે છે. ભાજપે હિંદુત્વની વોટબેંકને મજબૂત કરવા માટે યોગીનો મહોરા તરીકે ઉપયોગ કરે છે. જ્યારે નરેન્દ્ર મોદીને વિકાસ પુરુષ તરીકે આગળ ધરે છે.

  આ પહેલા છત્તિસગઢમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે આદિવાસીઓનાં મત અંક કરવા માટે યોગીએ કહ્યું હતું કે, હનુમાનજી આદિવાસી હતા.

  આ પણ વાંચો: સરદાર પટેલ પછી સરયૂના કિનારે યોગી આદિત્યનાથ બનાવશે રાજા રામની ભવ્ય પ્રતિમા
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Dalits, Hanuman, Ram temple, Yogi adityanath

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन