Exclusive Interview: યોગી આદિત્યનાથે કહ્યુ, બાંગ્લાદેશી ઘૂસણખોરો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે

News18 Gujarati
Updated: September 19, 2019, 4:07 PM IST
Exclusive Interview: યોગી આદિત્યનાથે કહ્યુ, બાંગ્લાદેશી ઘૂસણખોરો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે
દરેક ઘૂસણખોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે : યોગી આદિત્યનાથ

દરેક ઘૂસણખોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે : યોગી આદિત્યનાથ

  • Share this:
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ કહ્યું કે આસામ (Assam)માં લાગુ કરવામાં આવેલા નૅશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ (NRC)થી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા (National Security)ને મજબૂતી મળશે. તેને દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવું જોઈએ.

તેઓએ News18 Network Groupના Editor-in-Chief રાહુલ જોશી સાથે Exclusive Interviewમાં કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો (Infiltrators)ની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે. ઉત્તર પ્રદેશ જ નહીં સમગ્ર દેશ આંતરિક સુરક્ષા (Internal Security)ના મુદ્દાનો સામનો કરી રહ્યો છે. ભારતમાં મોટાભાગના ઘૂસણખોરો બાંગ્લાદેશ (Bangladesh)થી આવે છે.

યોગીએ કહ્યુ- દરેક ઘૂસણખોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

યોગી આદિત્યનાથે ભરોસો આપ્યો કે ભાજપ (BJP)ની જેમ જ સમગ્ર દેશના અન્ય રાજ્યોમાં પણ એનઆરસી લાગુ કરશે. દેશમાં ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી હોય, પાકિસ્તાની હોય કે કોઈ બીજા દેશના હોય, તમામની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, 16 સપ્ટેમ્બરે હરિયાણા (Haryana)ના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (Manohar Lal Khattar)એ કહ્યું હતું કે રાજ્ય એનઆરસી લાગુ કરવા માટે કટિબદ્ધ છે. તેઓએ જણાવ્યું કે, રાજ્ય સરકાર પરિવાર ઓળખ પત્ર પર ઝડપથી કામ કરી રહી છે. તેના આંકડાને એનઆરસીમાં ઉપયોગ કરવામાં આવશે. આસામમાં 31 ઑગસ્ટે જાહેર એનઆરસીની અંતિમ યાદી (Final List)માં 19 લાખથી વધુ લોકો સામેલ નથી થઈ શક્યા.

આ પણ વાંચો, યોગી આદિત્યનાથે PM મોદીની વસ્તી નિયંત્રણ અપીલનું સમર્થન કર્યુ

સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવા ભાજપના નેતાઓની માંગઆસામમાં એનઆરસીની અંતિમ યાદી જાહેર થયા બાદ પશ્ચિમોત્તરમાં ભાજપના કદાવર નેતા હેમંત બિસ્વ શર્માએ તેને ફગાવી દીધી. તેઓએ માંગ કરી કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) બાંગ્લાદેશની સીમા પર આવેલા જિલ્લાઓની યાદીમાં સામેલ થયેલા ઓછામાં ઓછા 20 ટકા અને બાકીના આસામના 10 ટકા લોકોની ફરીથી પુષ્ટિ કરવાની મંજૂરી આપે. આસામ ભાજપના આ વલણ બાદ પણ સમગ્ર દેશમાં પાર્ટીના નેતા એનઆરસીને અન્ય રાજ્યોમાં લાગુ કરવાની વકાલત કરી રહ્યા છે. દિલ્હી ભાજપ (Delhi BJP)ના પ્રમુખ મનોજ તિવારી (Manoj Tiwari)એ 31 ઑગસ્ટે રાષ્ટ્રીય રાજધાની (National Capital)માં એનઆરસી લાગુ કરવાની ફરી માંગ કરી છે.

આ પણ વાંચો, UPમાં અન્ય સમુદાયો કરતાં મુસ્લિમોને યોજનાઓનો વધુ લાભ મળ્યો : યોગી આદિત્યનાથ

પૂર્વોત્તરના રાજ્યોએ પોતાનું એનઆરસી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી

તેલંગાનામાં ભાજપના નેતા ગ્રેટર હૈદરાબાદથી એનઆરસી પ્રક્રિયા શરુ કરવાની માંગ કરી રહ્યા છે. ગૌશમહાલથી ધારાસભ્ય ટી. રાજાએ કહ્યું કે હૈદરાબાદમાં મોટી સંખ્યામાં ગેરકાયેદસર અપ્રવાસી છે. આ લોકો શહેરની સુરક્ષા માટે ખતરો છે. શહેરમાં હજારો બાંગ્લાદેશી અને રોહિંગ્યા ગેરકાયદેસર રીતે રહે છે. બિહાર (Bihar)માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ભાજપે એનઆરસી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે. પૂવોત્તર રાજ્યોએ પણ પોતાની એનઆરસીની ઈચ્છા વ્યક્ત કરી છે. મણિપુર (Manipur)ના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે જણાવ્યું હતું કે, તેમની સરકાર એનઆરસી વિશે નિર્ણય લઈ ચૂકી છે. ત્રિપુરામાં કંઈક આવી જ માંગ થઈ રહી છે.

આ પણ વાંચો, ...જ્યારે અમિત શાહે યોગી આદિત્યનાથને કહ્યુ હતુ, 'દિલ્હીમાં જ રહેજો, તમારું ખાસ કામ છે'
First published: September 19, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading