યોગી આદિત્યનાથે PM મોદીની વસ્તી નિયંત્રણ અપીલનું સમર્થન કર્યુ

News18 Gujarati
Updated: September 19, 2019, 2:42 PM IST
યોગી આદિત્યનાથે PM મોદીની વસ્તી નિયંત્રણ અપીલનું સમર્થન કર્યુ
ન્યૂઝ18 ક્રિએટિવ

સંયુક્ત રાષ્ટ્રના જૂનમાં જાહેર થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે હાલ ભારતમાં વસ્તી 137 કરોડ છે. ભારત 2027માં 142 કરોડની વસ્તી સાથે ચીનથી આગળ નીકળી જશે અને દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની જશે.

  • Share this:
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) Network18 Groupના Editor-In Chief રાહુલ જોશી સાથે Exclusive Interviewમાં વસ્તી વિસ્ફોટ (Population Explosion)ને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. તેમના કહેવા પ્રમાણે, વિકાસ માટે વસ્તી વિસ્ફોટ પર નિયંત્રણ જરૂરી છે. તેમણે કહ્યુ કે જો તમે વધતી વસ્તીનો ન રોકી શકો તો તે હંમેશા સમસ્યા બને રહેશે.

'વિકાસ સમતોલ અને બધાનો થવો જોઈએ'

યોગી આદિત્યનાથે કહ્યુ કે, "તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે વિકાસ હંમેશા સમતોલ અને તમામ માટે હોવો જોઈએ. મને લાગે છે કે વસ્તી નિયંત્રણને વધારે પ્રભાવી બનાવવાની જરૂર છે." 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય છે. રાજ્યમાં વસ્તી ગીચતા (Population density) 826 લોકો પ્રતિ વર્ગ છે. CNN-News18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં યોગી આદિત્યનાથે કહ્યુ કે જનસંખ્યા વૃદ્ધિ ખૂબ અગત્યનો મુદ્દો છે. આપણે વર્તમાન સંસાધનોની ગુણવત્તાને વધારે સારી કરવા અંગે ચર્ચા કરવી જોઈએ.

વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi)એ સ્વતંત્રતા દિવસ પર લાલકિલ્લા પરથી દેશને સંબોધન કરતા વસ્તી વિસ્ફોટનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના જૂનમાં જાહેર થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે હાલ ભારતમાં વસ્તી 137 કરોડ છે. ભારત 2027માં 142 કરોડની વસ્તી સાથે ચીનથી આગળ નીકળી જશે અને દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની જશે. યોગી આદિત્યનાથે વસ્તી નિયંત્રણને વધારે પ્રભાવી બનાવવા માટે અને તેને લાગૂ કરવાની તરફેણ કરી હતી.

'સૌનો સાથે, સૌનો વિકાસ ફક્ત નારો નથી'

યોગી આદિત્યનાથને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે હિન્દુત્વ (Hindutva)ના નામે રાજકારણમાં આવ્યા હતા અને હવે તમે પ્રવાહ બદલી લીધો ત્યારે તેમણે જણાવ્યું કે, "ગરીબ હજી સુધી ગરીબ છે. સરકારની યોજના કોઈ પણ ભેદભાવ વગર દરેક સુધી પહોંચવી જોઈએ. પીએમ મોદીએ 2014માં કહ્યું હતું કે, 'સૌનો સાથ, સૌનો વિકાસ.' આ ફક્ત નારો ન હતો. આ વાસ્તવિકતા છે, અમને ગર્વ છે કે અમે આ નારાને હકીકતમાં બદલી દીધો છે."'યૂપી સરકારે ધર્મ જોઈને કોઈની મદદ નથી કરી'

યોગી આદિત્યનાથે જણાવ્યુ કે ઉત્તર પ્રદેશ સરકારે 25 લાખ ઘર ફાળવ્યા છે. આ ઘરો ફક્ત હિન્દુઓને નથી આપ્યા. "ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી 18 ટકા છે, 30-30 ટકા મુસ્લિમોને આ સુવિધાનો લાભ મળ્યો છે." યોગીએ કહ્યુ કે તેમના રાજ્યમાં દરેક નાગરિક મહત્વનો છે. "અમે કોઈને ધર્મ જોઈને મદદ નથી કરી. અમે તેમની એ માટે મદદ નથી કરી કે તેઓ મુસ્લિમ છે. અમે જે શરતો નક્કી કરતી હતી તેની પૂરી કરતા લોકોની અમે મદદ કરી છે."

આ પણ વાંચો : 
First published: September 19, 2019, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading