Home /News /national-international /

ભાવનગરની ભૂમિએ યોગસ્પર્ધામાં 8 દેશના 183 સ્પર્ધકોને પછાડી બે ગોલ્ડ,1 બ્રોન્જ મેડલ જીત્યો

ભાવનગરની ભૂમિએ યોગસ્પર્ધામાં 8 દેશના 183 સ્પર્ધકોને પછાડી બે ગોલ્ડ,1 બ્રોન્જ મેડલ જીત્યો

ભાવનગરઃભાવનગરની નાનકડી એવી ૧૨ વર્ષની ભૂમિ ગાંધીએ આંતર રાષ્ટ્રીય કક્ષાની યોગ સ્પર્ધામાં ૮ દેશના ૧૮૩ સ્પર્ધકોને પછાડીને ત્રણ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્જ મેડલ સાથે ટ્રોફી મેળવી છે. ચીનના બેઇજિન્ગની સ્પર્ધામાં ભૂમિએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેની માતાએ ગુરુ,સખી અને સહયોગી તરીકેની ભૂમિકા ભજવીને ભૂમિને હિંમત અને જીતની આશા દેખાડી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

ભાવનગરની ભૂમિ ગાંધી ગતરાત્રે ચીનના બેઇજીંગમાં ૨ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્જ મેડલ મેળવીને પોતાના ઘરે પરત ફરી હતી. ભૂમિને તેના પરિવાર દ્વારા ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂમિની જીતના પગલે તેના આવતાની સાથે પરિવાર દ્વારા તેની ખુશીમાં કેક કાપ્યું હતું અને ભારત તેમજ ભૂમિની ખુશીની જીતની ઉજવણી કરી હતી.

આંતર રાષ્ટ્રીય કક્ષાની યોગ સ્પર્ધામાં ગુજરાતમાંથી ૨૩ યોગની નાની મોટી વયની ખેલાડીઓ ભાગ લેવા પહોચી હતી.ચીન ના બેઇજીંગમાં યોજાયેલી સ્પર્ધામાં એકને પછાડે તેવા ૮ દેશોના ૧૮૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.તેમાં ગુજરાતના ૨૩ સ્પર્ધકો ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા.૨૩ માંથી ભાવનગરની ત્રણ યોગની ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં ૧૨ વર્ષની સૌથી નાની વયની ભૂમિ ગાંધીએ પોતાની આંતરિક શક્તિને બહાર ખીલવીને બીજા સ્પર્ધકોને પછાડીને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

ભૂમિ ચીનના બેઇજીંગમાં ભાગ લેવા પહોંચી ત્યાં તેની માતા સાથે એક સખી,એક ગુરુ અને એક સહયોગી બનીને સાથે રહી હતી.માતાએ પોતાની પુત્રીની હિંમત ડગલેને પગલે વધારવાની કોસિસ કરી હતી. ભૂમિની સિદ્ધિ માટે માતાએ પણ પણ પોતાનો સમય અને પોતાની સંપૂર્ણ તાકાત લગાવી હતી. જેથી ભૂમિએ અન્ડર ૨૫ની સ્પર્ધામાં  એક નહિ પરંતુ ૨ ગોલ્ડ મેડલ અને એક બ્રોચ મેડલ મેળવ્યા છે. સાથે તેને ત્રણ ટ્રોફી પણ મળી છે. ભૂમિને આર્તીસ્ત્તીક યોગામાં ગોલ્ડ મેડલ,રીધેમેટીક યોગમાં ગોલ્ડ મેડલ અને અેથ્લેટીક યોગમાં બ્રોન્જ મેડલ મેળવ્યો છે. સાથે તેને ટ્રોફી પણ એનાયત કરાઈ છે.ભૂમિ સમગ્ર સ્પર્ધામાં ફસ્ટ રેન્કમાં રહી હતી.
First published:

Tags: ગુજરાત, ચીન, દેશ વિદેશ, ભાવનગર, યોગ, યોગ ગુરૂ, સ્પર્ધા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन