પ્રયાગરાજ : યોગ ગુરુ બાબા રામદેવે કુંભ મેળામાં ખાતે વિવિધ અખાડાના વડાઓ તેમજ સાધુઓને ધુમ્રપાન છોડવાની વિનંતી કરી છે. બાબા રામદેવે કહ્યું કે, "આપણે ભગવાન રામ અને કૃષ્ણને અનુસરીએ છીએ, કે જેમણે પોતાના જીવનમાં ક્યારેય ધુમ્રપાન ન્હોતું કર્યું તો આપણે શા માટે કરીએ છીએ? આપણે ધુમ્રપાન છોડી દેવાની નેમ લેવી જોઈએ."
કુંભ મેળા ખાતે બાબા રામદેવે વધુમાં કહ્યું કે, "આપણે કંઈક સારું મેળવવા માટે આપણા માતા-પિતાથી લઈને દુનિયાની બધુ વસ્તુઓનો ત્યાગ કરી દઈએ છીએ તો ધુમ્રપાન કેમ ન છોડી શકીએ? "
કુંભની મુલાકાત દરમિયાન બાબા રામદેવે મેળામાં આવેલા વિવિધ સાધુઓ પાસેથી ચલમ એકઠી કરી હતી અને તેમને તમાકુંનું વ્યસન છોડી દેવાની વિનંતી કરી હતી. બાબાએ જણાવ્યું હતું કે તેઓ આ બધી ચલમને એક મ્યુઝિયમમાં મૂકશે. આ મ્યુઝિયમનું નિર્માણ તેઓ કરશે.
યોગ ગુરુએ વધુમાં કહ્યું કે, "મેં યુવાનોનું પણ સિગારેટ કે તમાકુંનું વ્યસન છોડાવી દીધું છે, તો મહંતો કેમ ન છોડી શકે."
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શરૂ થયેલો 55 દિવસનો કુંભ મેળો ચોથી માર્ચના રોજ પૂર્ણ થશે. કુંભને દુનિયાનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે. અહીં દુનિયાભરમાંથી લોકો આવી પહોંચે છે અને ગંગા નદીમાં ડૂબકી લગાવીને પાપ મુક્ત થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર