હરિદ્વાર : પતંજલિ યોગપીઠની 'કોરોનિલ' (Patanjali Coronil) દવા પર સવાલ ઉઠાવનારા લોકોને બાબા રામદેવે (Baba Ramdev) આકરો જવાબ આપ્યો છે. યોગપીઠનું કહેવું છે કે આયુષ મંત્રાલયે (AYUSH Ministry) પજંપલિ રિસર્ચ ફાઉન્ડેશનની દવાને લીલીઝંડી આપી દીધી છે. હવે મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તેનું આખા દેશમાં વેચાણ કરવામાં આવશે. પતંજલિ તરફથી કહેવામાં આવ્યું કે બાબા રામદેવ અને પતંજલિ યોગપીઠ ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનમાં જોડાયેલા છે, પરંતુ અમુક લોકો તેઓને કારણ વગર ગાળો આપી રહ્યા છે.
બુધવારે હરિદ્વાર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યુ કે, 'કોરોનિલ' રજૂ થતાં જ અમુક લોકોએ ઉધામા કર્યા છે. પતંજલિએ પલટી મારી, પતંજલિ નિષ્ફળ કહીને બાબા રામદેવની જાતિ અને ધર્મને લઈને પણ ખૂબ ગંદો માહોલ ઊભો કર્યો છે. યોગ અને આયુર્વેદનું કામ ખરાબ હોય તેમ લોકો પાછળ પડી ગયા હતા. આટલું પૂરું ન હોય તેમ પતંજલિ દેશદ્રોહી અને આતંકવાદી હોય તેમ તેની સામે ફરિયાદ દાખલ કરાવી. નોંધનીય છે કે આયુષ મંત્રાલયે મંગળવારે પતંજલિ યોગપીઠને કોરોના કિટમાં સામેલ દવાઓને ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે ઉપયોગ કરવાનો છૂટ આપ્યા બાદ બાબા રામદેવ તરફથી આવી પ્રતિક્રિયા આવી છે.
આ પણ વાંચો : રાજકોટના માસ્ક ઉત્પાદકોની રજૂઆત, 'નિકાસની છૂટ નહીં આપો તો યુનિટ બંધ કરવા પડશે'
બાબા રામદેવે જણાવ્યું હતુ કે, પતંજલિના વિરોધીઓ એવા સફેદ શર્ટ પહેરેલા ડ્રગ્સ માફિયાઓને કોરોનિલ લોંચ થતા જ મરચાં લાગ્યા હતા. નોંધનીય છે કે પતંજલિ તરફથી 23 જૂનના 'કોરોનિલ' દવાની જાહેરાત કરી હતી. દવા રજૂ કરતી વખતે દાવો કરાયો હતો કે આ દવાથી કોરોનાની દર્દી એક અઠવાડિયામાં સાજો થઈ શકે છે. આવા દાવા બાદ વિવાદ થયો હતો. જે બાદમાં કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે દવાના પ્રચાર અને વેચાણ પર રોક લગાવી દીધી હતી. હવે પતંજલિએ કહ્યું છે કે, આ કોરોનાની દવા નથી પરંતુ ઈમ્યુનિટી બૂસ્ટર છે.
હવે કોઈ અસહમતિ નથી
પતંજલિ રિસર્ચ ફાઇન્ડેશન તરફથી એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, પતંજલિ તરફથી કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયને પોતાના ક્લિનિકલ ટ્રાયલ સંબંધિત તમામ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. જે બાદમાં આયુષ મંત્રાલયે સ્વીકાર કર્યો છે કે પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશને કોવિડ 19 મેનેજમેન્ટ અંગે તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું છે. આયુષ મંત્રાલય અને પતંજલિ વચ્ચે આ મુદ્દે હવે કોઈ અસહમતિ નથી.
આ પણ વાંચો : 'તને બીજી પત્ની તરીકે રાખીશ' કહીને શરીર સંબંધ બાંધ્યો, યુવક ફરી જતાં મહિલાએ ફરિયાદ આપી
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે "આયુષ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે દિવ્ય કોરોનિલ ટેબલેટ, દિવ્ય શ્વાસારિ વટી અને દિવ્ય અણુ તેલને સ્ટેટ લાઇસન્સ ઑથોરિટી, આયુર્વેદ-યૂનાની સર્વિસિસ, ઉત્તરાખંડ સરકાર તેમજ નિર્માણ અને વિતરણ કરવાની જે મંજૂરી પતંજલિને મળી છે, તેના દ્વારા હવે આખા ભારતમાં તેનું વેચાણ થઈ શકેશે."
પ્રેસ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "આશરે 500 જેટલા સીનિયર વૈજ્ઞાનિકો પતંજિલ રિસર્સ સેન્ટર અને આયુર્વેદના વિકાસ માટે જોડાયેલા છે. પતંજલિએ આ સેવા માટે 10 હજાર કરોડથી વધારે રૂપિયા દેશના નામે સમર્પિત કર્યા છે. અમે ક્યારેક ખોટો પ્રોપગેન્ડા નથી ચલાવ્યો. અમુક દવા માફિયા અને સ્વદેશી તેમજ ભારતીય વિરોધી માનસિકતા ધરાવતા લોકો લાખ પ્રયાસ કરે, કેટલા પણ પથ્થરો ફેંકે, અમારો નિશ્ચિય દ્રઢ છે. અમે એ પથ્થરોની સીડી બનાવીને અમારી મંજિલ સુધી પહોંચીશું. અમે ભારતની સનાતન વેદ પરંપરા અને ઋષિ પરંપરાના પ્રતિનિધિ છીએ."