વિચારો એક નાનકડા જીનના ટાર્ગેટ કરી કેન્સર ( Cancer Treatment) નો ઉપચાર શક્ય થઈ જાય તો કેવું થાય. જ્યારે કેન્સર (Cancer Types) ની વાત આવે તો સ્તન, પ્રોટેસ્ટ, ફેંફસા, લિવર, કોલન અને મોટા આંતરડા જેવી તમામ જગ્યાઓનું કેન્સર (Cancer)આમાં સામેલ છે. ખાસ વાત તો એ છે કે જે જીનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, તેનું સ્વાસ્થ સાથે જોડાયેલી કોઈવાતમાં સહેજ પણ યોગદાન નહી હોય. એવામાં ઘણી જ ઓછી અથવા નહીવત સાઈડ ઈફેક્ટ સાથે જીનને ટાર્ગેટ કરી શકાશે.
કેન્સર જીવ વૈજ્ઞાનિક યિબિન કાંગ છેલ્લા 15 વર્ષોથી આ અજાણ્યા પણ ઘાતક જીન એમટીડીએચ અથવા મેટાડેહરિનની શોધ કરી રહ્યાં છે. આ જીન મુખ્ય બે રીતે કેન્સરનું કારણ બને છે. હાલમાં ઉંદરો અને હ્યુમન સેલ્સ પર આનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. મોલિક્યુલર બાયોલોજીના પ્રોફેસર કાંગ જણાવે છે કે આના થી સારી કોઈ દવા કેન્સર માટે નહીં મળી શકે.
એમટીડીએચ માણસોમાં થનારા કેન્સરના લગભગ તમામ પ્રકારમાં મહત્વનું હોય છે. આ સામાન્ય ટિશ્યુ માટે ઉપયોગી હોતુ નથી માટે આની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળતી નથી. તેમના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલી એક સ્ટડીથી જાણવા મળે છે કે આ કેન્સર પર ઘણી જ અસરકારક સાબિત થઈ શકે છે. મેટાસ્ટેટ્ક કેન્સર ઘાતક હોય છે પણ, આ કઈ રીતે કામ કરે છે તે જાણીને એમટીડીએચ જેવા કેટલાક પ્રમુખ જીન્સને ટાર્ગેટ કરી શકાય છે. આવું કરવાથી સારવાર (Treatment)ની શક્યતામાં વધારો થાય છે.
વર્ષોથી કાંગ મેટાસ્ટેટિસ (કેન્સરના શરીરના એક એંગથી બીજા અંગમાં ફેલાવાની ક્ષમતા માટે વપરાતો શબ્દ) પર કામ કરી રહ્યાં છે. કાંગ એ સારી રીતે જાણે છે કે મેટાસ્ટેટિસ કેન્સરને વધુ ઘાતક બનાવે છે. રાષ્ટ્રીય કેન્સર ઈન્સ્ટીટ્યુટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓ અનુસાર 99 ટકા સ્તન કેન્સરના દર્દીઓની સારવાર પછી તે જીવીત રહે છે, આમાં 29 ટકા દર્જીઓ જ તે પરિસ્થિતિમાં જીવીત રહે છે જેમાં કેન્સર મેટાસ્ટેસિસ હોય છે.
મેટાસ્ટેસિસ સ્તન કેન્સરને કારણે અમેરિકામાં દર વર્ષે 40000થી વધુ લોકોના મૃત્યુ થાય છે. આવા દર્દીઓ કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઈમ્યૂનોથેરાપી પર યોગ્ય પ્રતિક્રિયા આપી શકતા નથી. કાંગની પ્રયોગશાળામાં તેમના 2 સહયોગી અને બન્ને અધ્યનોના લેખક મિન્હાંગ શેન જણાવે છે કે, અમે કેમિકલ કંપાઉન્ડની એક સીરીઝની શોધ કરી છે જે મેટાસ્ટેટિસ કેન્સરમાં કીમોથેરાપી અને ઈમ્યૂનોથેરાપીની પ્રતિક્રિયામાં વધારો કરે છે. હાલમાં આ પ્રયોગ ઉંદરો પર કરવામાં આવ્યો છે.
કાંગ જણાવે છે કે આ ખૂબ આશ્ચર્યમાં નાખનારી બાબત છે કે તમારી પાસે જ્યારે 2 દર્દી છે અને બન્ને જ પ્રાથમિક ચરણમાં છે પણ બન્નેના લક્ષણો સાવ વિપરિત છે. અમે ત્યાર સુધી આ વિશે શોધ કરી જ્યાર સુધી અમને આનું કારણ ખબર ન પડી. 2004માં જ્યારે કાંગ પ્રિસટન આવ્યા તે જ વર્ષે પ્રથમ વખત એમટીડીએચને ઉંદરમાં સ્તનના ટ્યૂમરને શોધવામાં આવ્યું. 2009માં પ્રકાશિત થયેલા પેપર પછી એમટીડીએચ પર પણ ધ્યાન આપવામાં આવ્યું, જેમાં ખબર પડી કે એમટીડીએચ પ્રોટિન સામાન્ય પ્રોટિનની સરખામણીમાં ખૂબ વધુ ગતિથી વધે છે. 30 થી 40 ટકા ટ્યુમરના નમૂનામાં જાણવા મળ્યુ કે મેટાસ્ટેસિસ માટે આ જ જવાબદાર છે. કાંગ જણાવે છે કે જે સમયે આ જીનની શોધ કરવામાં આવી ત્યારે આ લઈને ઘણી ઓછી જાણકારી હતી.
તેમાં કોઈ અન્ય વ્યક્તિના પ્રોટિન સાથે કોઈ સમાનતા ન દેખાઈ. કાંગની ટીમે સળંગ તેના પર રિસર્ચ કર્યુ અને 2014ના પેપરમાં એક સિરીઝ પ્રકાશિત થઈ જેમાં જણાવવામાં આવ્યું કે એમટીડીએચ કેન્સરને વધારવામાં અને મેટાસ્ટેટિસ માટે જવાબદાર છે. આ જીન ઉંદરમાં સમાન્ય રીતે વધે છે, જેના પરથી જાણી શકાય છે કે આ જીન સામાન્ય જીવનમાં કોઈ બાધા નથી બનતો. ખાસ વાત એ છે કે જે ઉંદરોમાં સ્તન, ટ્યૂમર હતું તેમના ટ્યૂમરમાં મેટાસાઈઝ ન થઈ.
કાંગની ટીમને માલૂમ પડ્યું કે એવું જ પ્રોસ્ટેટ, ફેંફસા અને કોલોરેક્ટલ કેન્સરમાં પણ હોય છે. આ દરમ્યાન જ એમટીડીએચની ક્રિસ્ટલ રચનાથી જાણવા મળ્યુ કે આ પ્રોટિનમાં 2 આંગળીઓ જેવી આકૃતિ હોય છે, જે સામાન્ય પ્રોટિન પર આધારિત હોય છે. આ જ રીતે જો એસએનડી1 સાથે એમટીડીએચના સંપર્ક પૂરા કરી તેના દુષ્પ્રભાવોને દૂર કરી શકાય છે.
2 તંત્ર અને કોઈ સાઈડ ઈફેક્ટ નહી
કાંગ અને તેના સાથીઓને જાણવા મળ્યું છે કે એમટીડીએચમાં પ્રમુખ 2 તંત્ર હોય છે, જે ટ્યૂમરને તણાવથી બચાવે છે જે સામાન્ય રીતે વધતા હોય છે અથવા કીમોથોરાપી સારવાર દરમ્યાન લોકો અનુભવ પણ કરે છે. તેમનું કહેવું છે કે ખરેખર આપણું ઈમ્યૂન સિસ્ટમ એ નથી સમજી શકતું કે આપણા કોષો પર હુમલો થયો છે અને તે મદદ માટે મોકલે. જ્યાંથી ઈમ્યૂન સિસ્ટમ ને ખતરાના સંકેત મળે છે તેને એમટીડીએચ એસએનડી 1 એ જ રીતે રસ્તો દબાવવાનું કામ કરે છે. આ દવાના માધ્યમથી તે અલારમ સિસ્ટમને સક્રિય કરી શકાશે. તે જ રીતે કીમો અને ઈમ્યૂન થેરાપી પણ વધુ અસરકારક બનશે. ખાસ વાત એ છે કે આ વધુ ઝેરિલો નથી તેથી તેની સાઈડ ઈફેક્ટ પણ નહી થાય, સાથે જ તેની અસર તમામ પ્રકારના કેન્સર પર જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર