રાણા કપૂરે બે કરોડમાં ખરીદ્યું હતું રાજીવ ગાંધીનું આ પેઇન્ટિંગ, સટિફિકેટ પર પ્રિયંકાની સહી : સૂત્ર

રાણા કપૂરે પૂછપરછમાં દાવો કર્યો છે કે પેઇન્ટિંગના પ્રૉવનન્સ સર્ટિફિકેટ પર પ્રિયંકા ગાંધી વાડ્રાની સહી છે

રાણા કપૂરે પૂછપરછમાં દાવો કર્યો છે કે પેઇન્ટિંગના પ્રૉવનન્સ સર્ટિફિકેટ પર પ્રિયંકા ગાંધી વાડ્રાની સહી છે

  • Share this:
    નવી દિલ્હી : યસ બેંક (Yes Bank)ના કો-ફાઉન્ડર રાણા કપૂર (Rana Kapoor)ના પેઇન્ટિંગ ખરીદવાના મામલે નવો ખુલાસો થયો છે. સૂત્રો મુજબ, રાણા કપૂરે પૂછપરછમાં દાવો કર્યો છે કે પેઇન્ટિંગના પ્રૉવનન્સ સર્ટિફિકેટ (ઉત્પત્તિ પ્રમાણપત્ર) પર પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ની સહી છે. આ પેઇન્ટિંગ ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના શતાબ્દી વર્ષના પ્રસંગે એમ. એફ. હુસૈને (M F Husain) તૈયાર કર્યું હતું. બીજી તરફ સૂત્રો મુજબ, પ્રિયંકા ગાંધીએ આ પેઇન્ટિંગના પ્રૉવનન્સ સર્ટિફિકેટ ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે. નોંધનીય છે કે, પ્રૉવનન્સ સર્ટિફિકેટ તે પ્રમાણ પત્ર છે જે પેઇન્ટિંગની વેલ્યૂએશન નક્કી કરે છે. આ સર્ટિફિકેટ આર્ટના કોઈ પણ કાર્ય માટે બનાવવામાં આવે છે અને પેઇન્ટિંગ બનાવનારા કલાકાર જ તેના પર હસ્તાક્ષર કરે છે, જેનાથી તેને પ્રમાણિક માનવામાં આવે છે.

    ઈડી સાથે જાડાયેલા સૂત્રોએ જાણકારી આપી છે કે રાણા કપૂરની પાસે 47 પેઇન્ટિંગ મળી આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધી આ પેઈન્ટિંગની આર્ટિસ્ટ નહોતી. તેમ છતાંય પ્રૉવનન્સ સર્ટિફિકેટ પર હસ્તાક્ષર કર્યા. ઈડી અનુસાર પેઇન્ટિંગનું સ્વામિત્વ પ્રિયંકા નહીં પરંતુ કૉંગ્રેસની પાસે હતું.

    નોંધનીય છે કે, યસ બેંકનો મામલો સામે આવ્યા બાદ કૉંગ્રેસ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પર હુમલાખોર થઈ ગઈ હતી. જોકે, પેઇન્ટિંગનો ખુલાસો થયા બાદ પાર્ટી બેકફુટ પર આવી ગઈ છે.


    આ પહેલા, કૉંગ્રેસ પ્રવક્તાર રણદીપ સિંહ સુરજેવાલાએ પણ પ્રિયંકા ગાંધીનો બચાવ કરતાં સવાલ કર્યો કે હાલમાં યસ બેંક સંકટ સાથે પેઇન્ટિંગના વેચાણને કેવી રીતે જોડી શકાય.

    આ પણ વાંચો, Yes Bank Crisis:રાણા કપૂર ગયા વર્ષે લંડન ભાગી ગયા હતા, મોદી સરકારે આવી રીતે લાલચ આપી બોલાવ્યા

    મૂળે, બીજેપીના આઈડી સેલના પ્રમુખ અમિત માલવિયએ કહ્યું કે, ભારતમાં દરેક નાણાકીય અપરાધ ગાંધી પરિવાર સાથે જોડાયેલા છે. માલ્યા સોનિયા ગાંધીની ફ્લાઇટ ટિકિટ અપગ્રેડ કરાવતા હતા. MMS (મનમોહન સિંહ) અને PC (પી. ચિદમ્બરમ સુધી પહોંચી હતી, હવે ભાગેડુ છે. રાહુલે નીરવ મોદીના જ્વલેરી કલેક્શનનું ઉદ્ઘાટન કર્યું, તેણે ડિફોલ્ટ કર્યું. રાણાએ પ્રિયંકા ગાંધીની પેઇન્ટિંગ ખરીદી.

    સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, રાજીવજીની એક પેઇન્ટિંગને દસ વર્ષ પહેલા પ્રિયંકા ગાંધીએ રાણા કપૂરને વેચી અને ટેક્સ રિટર્નમાં ખુલાસો કર્યો છે. આ મોદી સરકારના 5 વર્ષમાં 2 લાખ કરોડની લોન સાથે કેવી રીતે જોડાયેલું છે? રાણા કપૂરની બીજેપી નેતાઓ સાથેની નિકટતા જગજાહેર છે.

    આ પણ વાંચો, જો Yes Bank ડૂબી તો આપના ખાતામાં જમા કેટલા પૈસા સુરિક્ષત રહેશે? જાણો RBIનો નિયમ
    Published by:Mrunal Bhojak
    First published: