સરકારને પૂછ્યા વગર જ સંજય દત્તને કર્યો હતો સમય પહેલા જેલમુક્ત

News18 Gujarati
Updated: May 16, 2019, 1:20 PM IST
સરકારને પૂછ્યા વગર જ સંજય દત્તને કર્યો હતો સમય પહેલા જેલમુક્ત
સંજય દત્ત (ફાઇલ તસવીર)

સંજય દત્તની સમય પહેલા મુક્તિ માટે જેલ મેન્યૂઅલના આધારે નિર્ણય લેવાયો હતો : યરવડા જેલ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બોલિવૂડ અભિનેતા સંજય દત્તની સમય પહેલા થયેલી જેલ મુક્તિ માટે કેન્દ્ર સરકાર પાસે સલાહ-ચર્ચા નહોતી કરવામાં આવી. એક આરટીઆઈના જવાબમાં યરવડા જેલ પ્રશાસને જણાવ્યું કે આવા મામલામાં કેન્દ્ર કે રાજ્ય સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી હતો, તેથી સંજય દત્તની સમય પહેલા મુક્તિ માટે જેલ મેન્યૂઅલના આધારે નિર્ણય લેવામાં આવ્યા હતો.

શું છે મામલો?


રાજીવ ગાંધીના 7 હત્યારોમાંથી એક એજી પેરારિવાલને સંજય દત્તની મુક્તિ સાથે જોડાયેલી જાણકારી માટે આરટીઆઈ દાખલ કરી હતી. તેના જ જવાબમાં યરવડા જેલના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું કે સ્રજય દત્તની મુક્તિ પહેલા કેન્દ્ર સરકારને આ વિશે સલાહ લેવી કે સરકારને જાણકારી આપવા જેવી કોઈ પ્રક્રિયા નહોતી થઈ.

આ પણ વાંચો, પાક.ની પોલ ખુલી, અભિનંદનને ISIએ 40 કલાક સુધી કર્યો હતો ટોર્ચર

જવાબમાં કહેવામાં આવ્યું છે કે સંજયની મુક્તિ મહારાષ્ટ્ર જેલ મેન્યૂઅલના નિયમો મુજબ કરવામાં આવી છે. આ મેન્યૂઅલમાં એવી કોઈ બાધ્યતા નથી કે સારા વ્યવહારનો આધાર બનાવીને થતી મુકિત પહેલા કેન્દ્રને સૂચના આપવામાં આવે કે પછી સલાહ લેવામાં આવે. આ પગલું સીઆરપીએફ કે પછી બંધારણીય પ્રક્રિયા હેઠળ નથી આવતું.'સંજયને જેલ પહોંચાડવો ઉદ્દેશ્ય નથી'

બીજી તરફ, પેરારિવાલનનો તર્ક છે કે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ સજા થઈ હતી અને તેની સમય પહેલા મુક્તિ માટે કેન્દ્રથી સલાહ-સૂચન કરવું જરૂરી હતું. જોકે, પેરારિવાલને એમ પણ કહ્યું કે આરટીઆઈની પાછળ તેમનો ઉદ્દેશ્ય સંજયને પરત જેલમાં પહોંચાડવાનો નથી. તેઓ તો સાબિત કરવા માંગે છે કે તેમના કેસ અને સંજયના કેસમાં એક્ટ ઓફ ટેરરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ સમય પહેલા મુક્તિના મામલામાં બંનેની સાથે સમાન વ્યવહાર નથી કરવામાં આવી રહ્યો.

પેરારિવાલનના વકીલે અંગ્રેજી અખબાર ધ હિન્દુ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આર્મ્સ એક્ટના મામલામાં માત્ર કેન્દ્ર સરકાર જ સજા ઘટાડવા કે સમય પહેલા મુકિત જેવા નિર્ણય લેવા માટે કાયદાકિય રીતે અધિકૃત છે, એવામાં જેલ મેન્યૂઅલનો હવાલો આપવાથી પણ આ મુક્તિ ગેરકાયદેસર લાગી રહી છે. બંને કેસમાં તપાસ સીબીઆઈએ કરી હતી એન દોષી પુરવાર થયા હતા પરંતુ સજા માફ કરવાના મામલામાં અલગ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
First published: May 16, 2019, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading