UP ચૂંટણી : પીળી સાડીવાળી આવી ફરી ચર્ચામાં, મતદારો આકર્ષાયા

News18 Gujarati
Updated: October 21, 2019, 4:58 PM IST
UP ચૂંટણી : પીળી સાડીવાળી આવી ફરી ચર્ચામાં, મતદારો આકર્ષાયા
પીળી સાડીવાળી રીના દ્રિવેદી
News18 Gujarati
Updated: October 21, 2019, 4:58 PM IST
તમને લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019) તો યાદ જ હશે, જ્યારે સોશિયલ મીડિયા પર (Social Media) પર પીળી સાડી વાળી એક મહિલા ચૂંટણી અધિકારીની તસવીર ખબરોમાં છવાઇ ગઇ હતી. અને તે રાતો રાત સોશિયલ મીડિયા પર સેલેબ્રિટી બની ગઇ હતી. અને સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોએ તેને પીળી સાડી વાળી નો ખિતાબ આપી શોધવાનું શરૂ કરી દીધુ હતું. જો કે પાછળથી ખબર પડી કે આ મહિલા પીડબ્લ્યૂડી વિભાગમાં કામ કરી છે. અને તેનું નામ રીના દ્વિવેદી (Reena Dwivadi) છે.

આ વખતે પણ રીના દ્રિવેદી લખનઉ કૈંટ વિધાનસભા સીટ માટે થઇ રહેલા પેટાચૂંટણી પર ડ્યૂટી પર છે. અહીં તેમની ડ્યૂટી કૃષ્ણા નગરના મહાનગર ઇંટર કૉલેજ ખાતે લાગી છે. પેટાચૂંટણીને લઇને મતદાતાનો ઉત્સાહ આમ તો કંઇ ખાસ હોતો નથી. પણ રીના દ્વિવેદી પોલિંગ સ્ટેશનમાં છે તે ખબરથી અહીં લાંબી કતાર લાગી છે. બપોરે ત્રણ વાગ્યાના જે આંકડા જાહેર થયા છે તે મુજબ 21 ટકા લોકોએ મતદાન કર્યું છે. પણ ખાલી રીના દ્રિવેદીના પોલિંગ સ્ટેશન પર જ 30 ટકા મતદાન થઇ ચૂક્યું છે. રીના દ્રિવેદીએ જણાવ્યું કે 1 હજાર મતદાતા આ બૂથ પર છે. અને ત્રણ વાગ્યા સુધીમાં 300 લોકો પોતાનો મત આપી ચૂક્યા છે.

આ પહેલા રવિવારે જ્યારે રીના દ્રિવેદી સવારે પોલિંગ અધિકારી તરીકે રમાબાઇ મેદાનમાં પોતાની ઇવીએમ કિટ લેવા પહોંચી તો તે બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી. આ દરમિયાન લોકો તેની સાથે સેલ્ફી લેતા નજરે પડ્યા. રીના દ્રિવેદી પણ પોતાની આટલી પ્રસિદ્ધી પર ખુશ છે. તેમણે ન્યૂઝ 18 ને જણાવ્યું કે મારી સ્ટાઇલે મને દુનિયામાં ઓળખ અપાવી છે. જો કે હું પહેલાથી જ ફેશનને ફોલો કરું છું. અને પીડબ્લ્યૂડીમાં જ્યારથી નોકરી મળી છે ત્યારથી થોડા ઓછા સમય મળી છે. લોકસભાની ચૂંટણી પછી બધા તેને પીળી સાડી વાળી મેડમ કહીને બોલાવી રહ્યા છે. ફેશનની સાથે જ એક નાગરિક અને ચૂંટણી અધિકારી તરીકે પણ રીના પોતાના જવાબદારી સમજે છે તેણે લોકોને મતદાન કેન્દ્ર પર પહોંચી મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે.
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...