પીળી સાડીવાળી મહિલા અધિકારીએ કર્યું મતદાન, લોકોની Selfie લેવા હોડ

રીના દ્વિવેદીએ અપીલ કરતાં કહ્યું હતું કે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન ચોક્કસ કરે

News18 Gujarati
Updated: May 19, 2019, 5:16 PM IST
પીળી સાડીવાળી મહિલા અધિકારીએ કર્યું મતદાન, લોકોની Selfie લેવા હોડ
મહિલા અધિકારી રીના દ્વિવેદી
News18 Gujarati
Updated: May 19, 2019, 5:16 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019ના અંતિમ ચરણમાં પહોંચતા પહોંચતા એક મહિલા અધિકારી સોશિયલ મીડિયા પર સનસની બની ગઈ છે. આ મહિલા અધિકારીને સોશિયલ મીડિયા પર પીળી સાડીવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કડીમાં રવિવારે પીળી સાડીવાળી મહિલા અધિકારી રીના દ્વિવેદીએ દેવરિયામાં મતાધિકારનો ઉપયોગ કર્યો. આ દરમિયાન પંસરી બૂથ પર તહેનાત મતદાન કર્મીઓએ તેમની સાથે સેલ્ફી લીધી. ન્યૂઝ18 સાથેની વાતચીતમાં રીનાએ જણાવ્યું કે તે લખનઉથી ચાલીને મતદાન કરવા પહોંચી. તેઓએ લોકોને અપીલ કરતાં કહ્યું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન ચોક્કસ કરે.

મૂળે, રીના હવે એટલી ફેમસ થઈ ચૂકી છે કે લોકો તેની સાથે સેલ્ફી લેવા માંગે છે. રીનાએ કહ્યું કે સવારે અનેક મીડિયા હાઉસે તેમનો ઇન્ટરવ્યૂ પણ લીધો છે. સોશિયલ મીડિયાવાળા પણ શૂટ કરી રહ્યા છે. રીનાના પતિનું 2013માં બીમારીના કારણે નિધન થઈ ગયું હતું. 2004માં તેમના લગ્ન પીડબલ્યૂડી વિભાગમાં કામ કરનારા સીનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા. તે સમયે રીનાના પતિ સોનભદ્રમાં કાર્યરત હતા. સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયા બાદ મહિલા અધિકારીની સાથે તેમનો પરિવાર પણ સેલિબ્રિટી સ્ટેટસને એન્જોય કરી રહ્યું છે.

રીના દ્વિવેદીએ મતદાન કર્યું


મહિલા અધિકારી રીના દ્વિવેદીનો એક 13 વર્ષનો દીકરો છે. જે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એલપીએસનો સ્ટુડન્ટ છે. આપને જણાવી દઈએ કે મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યૂટી દરમિયાન તેમના બૂથ પર 70 ટકા મતદાન થયું હતું, 100 ટકા નહીં. વાયરલ તસવીરોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પોલિંગ બૂથમાં 100 ટકા થયું હતું. ભવિષ્યમાં સેલિબ્રિટી બનવાનું સપનું રાખનારી પીળી સાડીવાળી મહિલાના નામથી જાણીતી થઈ રહેલી રીના દ્વિવેદી હાલમાં સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી બની ગઈ છે.

(PHOTOS: પીળી સાડીવાળી આ મહિલા અધિકારીની 'Lifestyle')
First published: May 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...