Twitter વાયરલ : MPમાં જોવા મળેલા પીળા દેડકાનું કોવિડ-19 અને તીડ સાથે કોઈ લેવા દેવા છે?

Twitter વાયરલ : MPમાં જોવા મળેલા પીળા દેડકાનું કોવિડ-19 અને તીડ સાથે કોઈ લેવા દેવા છે?
Twitter વાયરલ : MPમાં જોવા મળેલા પીળા દેડકાનું કોવિડ-19 અને તીડ સાથે કોઈ લેવા દેવા છે?

કેટલાક યૂઝર્સે પીળા દેકડા ઉછળ કુદ કરતા હોય તેવો વીડિયો શેર અને રીટ્વિટ કર્યો છે

  • Share this:
    નવી દિલ્હી : જ્યારે દેશમાં મોનસૂન (Monsoon)આવે છે તે દરમિયાન ભારતના અલગ-અલગ ભાગમાં દેડકા (Frogs)જોવા મળવા સામાન્ય વાત છે પણ શું તમે ક્યારેય ચમકીલા પીળા રંગના દેડકા (Bright Yellow Frogs) જોયા છે? જો નહીં તો તમને ટ્વિટર (Twitter)પર જોવા મળશે. કેટલાક યૂઝર્સે પીળા દેકડા ઉછળ કુદ કરતા હોય તેવો વીડિયો ઘણી સંખ્યામાં શેર અને રીટ્વિટ કર્યા છે.

    ભારતીય વન સેવા (IFS)અધિકારી પ્રવીણ કસવાન તે લોકોમાંથી છે જેમણે હાલના દિવસોમાં પીળા દેડકાનો ઉછળ કુદ કરતો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વન અધિકારીએ જણાવ્યું કે જે સ્થાન પર આ વીડિયો શૂટ કર્યો છે તે સ્થાન નરસિંહપુર છે અને દેડકાનું નામ ઇન્ડિયન બુલફ્રોગ (Indian Bullfrog)છે, જે માદાઓને આકર્ષિત કરવા માટે પોતાનો રંદ બદલે છે.





    કોવિડ-19 અને તીડના હુમલા સાથે કોઈ સંબંધ નથી

    આ વાયરલ ફોટોને ઘણા લોકોએ કોવિડ-19ના પ્રસાર અને તીડના હુમલાથી જોડીને પણ અંદાજ લગાવવામાં આવે છે. જોકે કસવાને સ્પષ્ટ કર્યું છે કે અજીબથી દેખાતા આ પ્રાણી કોઈપણ પ્રકારથી કોરોના વાયરસના પ્રસાર, જેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, તેનાથી સંબધિત નથી. તેનો તીડના હુમલા સાથે પણ કોઈ પ્રકારનો સંબંધ નથી જે ઉત્તર ભારતના ઘણા રાજ્યમાં ફેલાયેલા છે.

    આ પણ વાંચો - સચિન પાયલટે ટ્વિટર એકાઉન્ટનો બાયો બદલ્યો, પ્રોફાઇલથી હટાવ્યું Congress

    કેટલાક અન્ય વાઇલ્ડલાઇફ ઉત્સાહિતોએ આ દેડકા વિશે જાણકારી આપવા અને જાગરૂકતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. એક યૂઝરે જણાવ્યું કે તેના આ રંગના કારણે દેડકાને મારી નાખવામાં આવે છે.

    જોકે કેટલાક લોકો આ દેડકાને પ્રથમ વખત પોતાના ટાઇમલાઇન પર જોઈને ઘણા ઉત્સાહિત જોવા મળ્યા તો કેટલાક કોમેન્ટ કરી રહ્યા છે કે દરેક ચોમાસામાં તેને પોતાના ગૃહનગરના વિસ્તારમાં જોવા સામાન્ય વાત છે.

    એક યૂઝરે એમ પણ પુછ્યું કે શું દેડકા ઝેરીલા હોય છે. જેનો કસવાને જવાબ આપ્યો કે આ દેડકા કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. જોકે માણસો તેને ખાઈ જશે તેનો ખતરો છે.
    Published by:Ashish Goyal
    First published:July 14, 2020, 17:50 pm

    टॉप स्टोरीज