લિંગાયત મુદ્દે ધમાસણઃ પાર્ટીથી વિરુદ્ધ જઈને યેદિયુરપ્પાએ કર્યું સમર્થન

News18 Gujarati
Updated: March 20, 2018, 9:32 AM IST
લિંગાયત મુદ્દે ધમાસણઃ પાર્ટીથી વિરુદ્ધ જઈને યેદિયુરપ્પાએ કર્યું સમર્થન
બી એસ યેદિયુરપ્પા

  • Share this:
દીપા બાલાકૃષ્ણનન

કર્ણાટકમાં લિંગાયત સમાજને અલગ ધર્મનો દરજ્જો આપવાની ભલામણને લઈને બીજેપીએ કોંગ્રેસે ટીકા કરી છે. પરંતુ કર્ણાટકમાં બીજેપીના અધ્યક્ષ બી.એસ. યેદિયુરપ્પાએ પાર્ટી લાઇનથી અલગ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બીજેપી અખિલ ભારતીય વીરશૈવ સમાજ મહાસભાના નિર્ણય સાથે છે.

બી.એસ.યેદિયુરપ્પાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'મારી અપીલ છે કે હવે જ્યારે રાજ્ય સરકારે આ માટે અપીલ કરી દીધી છે ત્યારે અખિલ ભારતીય વીરશૈવ મહાસભાએ તાત્કાલિક એક બેઠક બોલાવવી જોઈએ. આ બેઠકમાં ભલામણની તરફેણમાં અને વિરુદ્ધમાં ચર્ચા કરવી જોઈએ અને તેમણે સમાજ માટે પથદર્શક બનવું જોઈએ.'

આ પહેલા બીજેપીએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વોટ બેંકનું રાજકારણ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે યેદિયુરપ્પા પોતે જ રાજ્યમાં લિંગાયત સમાજના મોટા નેતા છે, તેમણે લિંગાયત ધર્મને અલગ દરજ્જો આપવાની માંગણી પર પોતાના હસ્તાક્ષર પણ કર્યા હતા.

લિંગાયત સમાજને અલગ ધર્મનો દરજ્જો આપવાને લઈને છેલ્લા થોડા મહિનાઓથી અનેક અટકળો ચાલતી હતી. સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લિંગાયત સમાજને અલગ ધર્મનો દરજ્જો આપવાની ભલામણ સ્વીકારી લીધી હતી. રાજ્ય સરકારે આ અંગે ચાલી રહેલી વર્ષોની માંગણી બાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ નાગામોહનના વડપણ હેઠળ એક સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિએ લિંગાયત સમાજને અલગ ધર્મનો દરજ્જો આપવાની ભલામણ કરી હતી, જેને કેબિનેટ તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

હવે આ ભલામણ કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવશે. રાજકીય રીતે અતિ સંવેદનશીલ ગણાતી આ બાબત અંગે કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય કરશે. લિંગાયતને અલગ ધર્મની માન્યતા માટેની મંજૂરી આપ્યા બાદ કર્ણાટકના બીજેપી પ્રભારી પી મુરલીધર રાવે રાજ્ય સરકાર પર 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

લિંગાયત સમાજનું રાજકીય મહત્વ

લિંગાયત સમાજ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં છે. લિંગાયત સમાજની ગણતરી કર્ણાટકની ઉચ્ચ જાતિમાં કરવામાં આવે છે. કર્ણાટકમાં લિંગાયત લોકોની સંખ્યા 18% છે. આ સમાજના લોકો બીજેપીના પરંપરાગત વોટર્સ છે. મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પણ લિંગાયતોની મોટી સંખ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લિંગાયતનું ખુલ્લીને સમર્થન કરી રહ્યા છે. કર્ણાટકમાં 2018માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં લિંગાયત સમાજ તેમાં ખૂબ મોટો રોલ ભજવી શકે છે.
First published: March 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading