Yasin Malik Life imprisonment : ટેરર ફંડિંગ કેસ, યાસીન મલિકને આજીવન કેદની સજા
યાસીન મલિક
Yasin Malik Terror Funding Case - દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીની કોર્ટે યાસીન મલિકને આતંકી ગતિવિધિઓ માટે પૈસા ભેગા કરવા અને આતંક ફેલાવવાનો દોષિત માન્યો છે
Yasin Malik Life imprisonment : : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના મુખિયા યાસીન મલિકને (Yasin Malik)દોષિત જાહેર કર્યા પછી આજે નવી દિલ્હીની પટિયાલા કોર્ટ દ્વારા યાસિન મલિકને આજીવન કેદની સજા સંભળાવીચ્છનિય બનાવ ન બને તે માટે, શ્રીનગરના (srinagar)મુખ્ય શહેરમાં પેરામિલિટ્રી ફોર્સ અને પોલીસ દળને તૈનાત કરી દીધા છે અને શહેર પણ બંધ કરી દીધું છે. દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીની કોર્ટે યાસીન મલિકને આતંકી ગતિવિધિઓ માટે પૈસા ભેગા કરવા અને આતંક ફેલાવવાનો દોષિત માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, 19 મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટના વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહે મલિકને દોષિત ઠેરવ્યો હતો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને તેની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા કહ્યું હતું, જેથી તેના પર કેટલો દંડ લાદવામાં આવે તે નક્કી કરી શકાય. એટલું જ નહીં, કોર્ટે યાસીન મલિકને તેની સંપત્તિ અંગે સોગંદનામું આપવા માટે પણ કહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યાસીન મલિકને મહત્તમ સજા તરીકે મૃત્યુદંડની સજા થઈ શકે છે, જ્યારે લઘુત્તમ સજા તરીકે આજીવન કેદની સજા થઈ શકે છે.
મલિકે 10 મે ના રોજ કોર્ટમાં કહ્યું હતું કે તે પોતાના પર લગાવેલા આરોપો સામે લડશે નહીં. કલમ 16 (આતંકવાદી અધિનિયમ), 17 (આતંકી ગતિવિધિ માટે ધન ભેગું કરવું), 18 (આતંકવાદી કૃત્ય કરવા માટે ષડયંત્ર) અને કલમ 20 (આતંકવાદી સંગઠનના સભ્ય હોવા) જેવા કલમોમાં મલિક દોષિત સાબિત થયો છે.
યાસીન મલિકે આ પૈસા જમ્મુ અને કાશ્મીરમાં આતંકી અને અલગાવવાદી ગતિવિધિઓ ફેલાવવાના ઉદ્દેશ્ય હતો. જે અંતર્ગત સુરક્ષો બળો પર પથ્થર ફેંકવા, સ્કૂલોને જાણી જોઈને સળગાવવી, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવું અને ભારત સામે યુદ્ધ છેડવા જેવી ગતિવિધિયા સામેલ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર