પહેલા લાયક પુત્રનો હુ નાલાયક બાપ હતો હવે રોલ બદલાઈ ગયો: યશવંત સિન્હા

News18 Gujarati
Updated: July 7, 2018, 11:40 PM IST
પહેલા લાયક પુત્રનો હુ નાલાયક બાપ હતો હવે રોલ બદલાઈ ગયો: યશવંત સિન્હા

  • Share this:
ઝારખંડના રાયગઢમાં લિચિંગના આરોપીઓને સન્માનિત કરવાના મામલે યશવંત સિન્હાએ પોતાના પુત્ર જયંત સિન્હાની ટીકા કરી છે. યશવંત સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ પોતાના પુત્રએ કરેલા કામનું સમર્થન કરતાં નથી. તે સાથે તેમને ટ્વિટર પર આલોચના કરનારાઓને પણ જવાબ આપ્યો છે.

પાછલા દિવસોમાં બીફ લઈ જવાના શકમાં માર્યો ગયેલ (અલીમુદ્દીન) યુવકની હત્યાના 08 આરોપીઓને ઝારખંડ હાઈકોર્ટે જમાનત આપી દીધા. જમાનત મળ્યા પછી મંત્રી અને યશવંત સિન્હાના પુત્ર જયંત સિન્હાએ શુક્રવારે આ આરોપીઓને માળા પહેરાવીને સ્વાગત કર્યુ હતું. તે ઉપરાંત બીજેપી જિલ્લા કાર્યાલયમાં મિઠાઈ પણ વહેંચવામાં આવી હતી. આને લઈને યશવંત સિન્હા પર પણ નિશાન સાધાવામાં આવ્યો તો તેમને ટ્વિટર પર આનો જવાબ આપ્યો છે.

યશવંત સિન્હાએ લખ્યું, 'કેટલાક દિવસ પહેલા સુધી હું લાયક પુત્રનો નાલાયક બાપ હતો, પરંતુ હવે રોલ બદલાઈ ગયો છે, હું મારા પુત્રના કૃત્યનું સમર્થન કરતો નથી. પરંતુ જાણું છું કે, તે છતાં પણ ગાળો પડવાની છે. તમે જીતી ક્યારેય શકવાના નથી. આનાથી પહેલા બીજેપીની ટીકા કરવા પર યશવંત સિન્હાને સતત ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.'

મોબ લિંચિંગના આરોપીયોને જમાનત મળવા પર માત્ર જયંત સિન્હાએ તેમનું સ્વાગત તો કર્યું તે ઉપરાંત બીજેપી કાર્યાલવયમાં આનો જશ્ન પણ મનાવવામાં આવ્યો. આ આરોપીઓના જમાનત માટે સતત આંદોલન કરનાર પૂર્વ વિધાયક શંકર ચૌધરીએ બીજેપી કાર્યાલય પર જ પ્રેસ કોન્ફ્રન્સ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમને કહ્યું, તેઓ કોર્ટના નિર્ણયનો સન્માન કરે છે. મોબ લિચિંગ આરોપીઓનો આ રીતે સ્વાગત કરવો અને મિઠાઈ વેચવાથી લઈને રાજનીતિની શરૂ થઈ ગઈ છે.

 
First published: July 7, 2018, 11:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading