Home /News /national-international /AAPની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે યશવંત સિન્હા

AAPની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે યશવંત સિન્હા

યશવંત સિન્હા, ફાઈલ ફોટો

  પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા આગામી લોકસભા ચૂનાવમાં આમ આદમી પાર્ટી (AAP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. આ બાબતે ટૂંક સમયમાં જ જાહેરાત થઈ શકે છે. શનિવારે આમ આદમી પાર્ટીની ચૂંટણીના અભિયાનની શરૂઆત માટે નોએડામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બીજેપી નેતા શત્રુધ્ન સિન્હા અને યશવંત સિન્હા પણ સામેલ છે. આ રેલીમાં કેજરીવાલે કહ્યું હતું કે, યશવંત સિન્હા જેવા સારા લોકોને ચૂંટણી લડવી જોઈએ.

  દિલ્હીમાં સાત લોકસભા સીટો છે. સૂત્રોની માનીએ તો આમ આદમી પાર્ટીની યોજના સિન્હાને નવી દિલ્હી લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવાની છે.

  યશવંત સિન્હા શનિવારે નોએડમાં આમ આદમી પાર્ટીની જન અધિકારી રેલીમાં સામેલ થયા હતા. આ રેલીમાં કેજરીવાલે સિન્હાને લોકસભા ચૂંટણી લડવા માટે આગ્રહ કરતાં કહ્યું હતું, "તમે કહી ચૂક્યા છે કે, તમે ચૂંટણી લડશો નહી, પરંતુ જો તમારા જેવા સારા લોકો ચૂંટણી લડશે નહી તો પછી કોણ લડશે?" તે પછી દિલ્હીના મુખ્યમંત્રીએ જનતાને પ્રશ્ન કર્યો કે, તમે જણાવો યશવંત સિન્હાને ચૂંટણી લડવી જોઈએ કે નહી?

  સિન્હાએ કેજરીવાલના આ પ્રસ્તાવ વિશે હાલમાં કોઈ જ જવાબ આપ્યો નથી પરંતુ તેમને કેજરીવાલના વખાણ જરૂર કર્યા છે.

  બીજેપી પર હુમલો કરતાં સિન્હાએ કહ્યું, "દેશની રાજનીતિ બદલાઈ રહી છે અને ચારે તરફ જૂઠ બોલવામાં આવી રહ્યું છે. મીડિયા પર કેન્દ્ર સરકારનું કંટ્રોલ છે. દેશના સર્વોચ્ચ પદ પર બેસેલ વ્યક્તિ જૂઠ બોલી રહ્યો છે અને આવું તે જાણીજોઈને કરી રહ્યો છે." સિન્હાએ કહ્યું કે, હવે ભારતની જનતા જૂઠને સહન કરી લેશે નહી.

  જણાવી દઈએ કે, લાંબા સમય સુધી બીજેપી સાથે જોડાયેલા રહ્યાં પછી 21 એપ્રિલે યશવંત સિન્હાએ બીજેપીથી અલગ થવાની જાહેરાત કરી દીધી હતી. પાર્ટી છોડ્યા પહેલા સિન્હાએ અનેક વખત બીજેપીની મોદી સરકારની કડક ટીકા કરતા રહ્યાં છે. પાર્ટી છોડતી વખતે તેમને કહ્યું હતું કે, હું ચૂંટણીની રાજનીતિથી સંન્યાસ લઈ રહ્યો છું. બીજેપી સાથેના બધા જ સંબંધ તોડી રહ્યો છું.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Loksabha election, Yashwant sinha, આપ, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन