ભારતીય જનતા પાર્ટીના બળવાખોર નેતા યશંવત સિન્હાએ પાર્ટીમાં પોતાના સહયોગી અને સાંસદ શત્રુધ્ન સિન્હા અને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ તથા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ખેડૂતો સાથે મળીને રાજકિય પ્લેટફોર્મ 'રાષ્ટ્ર મંચ'ની રચના કરી. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથિ પર રાજઘાટમાં તેમની સમાધિ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા બાદ સિન્હાએ પોતાના રાજકિય મંચની જાહેરાત કરી હતી.
લોકોમાં ફેલાવશે જાગૃત્તા
સિન્હાએ કહ્યું કે, આ મંચ દેશ સમક્ષ જ્વલંત મુદ્દાઓ જનતા સુધી લઈ જવા અને તેમને જાગૃત કરવા માટે એક આંદોલન કરવાનું કામ કરશે. આ મંચને ક્યારેય પણ રાજકિય દળ બનવા દેવામાં આવશે નહી. આ અવસરે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસની સાંસદ રેણુકા ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી, આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને પૂર્વ પત્રકાર આશુતોષ, સમાજવાદી પાર્ટીના ધનશ્યામ તિવારી વગેરે હાજર હતા.
દેશમાં ભયનો માહોલ
પૂર્વ ભાજપ નેતાએ કહ્યું કે, દેશમાં ભયનો માહોલ છે, જે સત્તાધારી પાર્ટીએ શાસનનું દૂરપયોગ કરીને ઉભો કર્યો છે. દેશ આઝાદ થયાના 70 વર્ષ થઈ ગયા છે પરંતુ આજે પણ દેશ તેવી જ સમસ્યાઓથી ગ્રસ્ત છે જેનાથી તે 70 વર્ષ પહેલા પીડિત હતો. તેમના અનુસાર જો તેઓ બોલશે નહી તો ગાંધીજીનું બલિદાન વ્યર્થ જશે. સિન્હાએ આરોપ લગાવ્યા સરકારે સંસદનું ક્ષરણ કરી દીધુ છે.