કોરોનાના કહેરમાં 'યમરાજ' આવ્યા રસ્તા પર, કોવિડના નિયમો પાળવાની આપી રહ્યાં છે સલાહ

કોરોનાના કહેરમાં 'યમરાજ' આવ્યા રસ્તા પર, કોવિડના નિયમો પાળવાની આપી રહ્યાં છે સલાહ
યમરાજનું પાત્ર ભજવીને આસપાસના વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપી રહ્યો છે.

યમરાજનું પાત્ર ભજવીને આસપાસના વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપી રહ્યો છે.

  • Share this:
કોરોના વાયરસને દૂર કરવા માટે વેક્સીનેશન ડ્રાઈવ ચાલી રહી છે. ઉત્તરપ્રદેશના મોરાદાબાદમાં એક સ્થાનિક કલાકારે કોરોના વાયરસ અંગે જાગૃતતા લાવવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે. મોરાદાબાદમાં એક એનજીઓ સાથે જોડાયેલ વિકી નામની વ્યક્તિ યમરાજનું પાત્ર ભજવીને આસપાસના વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપી રહ્યો છે.

જેવી રીતે ટીવી પર પૌરાણિક સીરિયલમાં દર્શાવવામાં આવે છે તે રીતે કાળા અને સોનેરી રંગના કપડા તથા પારંપરિક જ્વેલરી પહેરીને હાથમાં ‘ગદા’ સાથે યમરાજ જોવા મળે છે. તેમજ આ યમરાજે મોઢા પર માસ્ક પણ પહેર્યું છે. યમરાજે સ્પીકર પર હિન્દીમાં લોકોને એક સલાહ તથા ચેતવણી પણ આપી છે. યમરાજનું પાત્ર ભજવતા આ સ્થાનિક કલાકારના ફોટોઝ સમાચાર એજન્સી એએનઆઈ એ શેર કર્યા છે.રાજકારણ ગરમાયું! પાટીલ દ્વારા રેમડેસિવીર ઈન્જેકશનની લ્હાણી બાદ કોંગેસના ધારાસભ્યોએ પણ કરી ઈન્જેકશનની માંગ

યમરાજે સ્પીકર પર હિન્દીમાં સલાહ આપી છે કે, “ધરતીવાસીઓ અમારું કામ ના વધારો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો.” તમે જોઈ શકો છો કે યમરાજ અનેક જગ્યાઓ પર રોકાઈને આ સંદેશ આપી રહ્યા છે અને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહી રહ્યા છે.

IPL 2021: ચેન્નાઈની હાર બાદ ધોનીને વધુ એક ઝટકો, 12 લાખ રૂપિયાનો થયો દંડ

એક ફોટોમાં ભેંસ પણ જોવા મળી રહી છે. સમાચાર એજન્સી ANIને સ્થાનિક કલાકાર જણાવે છે કે “કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરું છું. આ ગંભીર પરિસ્થિતિમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે.”કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશના નોઈડા, અલ્હાબાદ, મેરઠ અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં 8 એપ્રિલથી નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. જેમાં માત્ર આવશ્યક સેવાઓને છૂટછાટ આપવામાં આવી છે. લખનઉમાં સવારે 6થી 9 વાગ્યા દરમ્યાન કામ કરી શકી શકાશે. લખનઉ ગ્રામીણમાં કર્ફ્યૂ લગાવવામાં નથી આવ્યું. શાકભાજી, ફળ, પેટ્રોલ-ડીઝલ અને દવાઓની સેવા ચાલુ રાખવામાં આવી છે.
Published by:News18 Gujarati
First published:April 11, 2021, 08:27 am

ટૉપ ન્યૂઝ